Last Updated on March 9, 2021 by
સાઉદી અરબના પડોશમાં આવેલા દેશ યમનમાંથી હૂથી બળવાખોરો નિયમિત રીતે સાઉદી અરબના પેટ્રોલિયમ ભંડારો પર હુમલો કરતા રહે છે. આ બળવાખોરોને ઈરાનનો ટેકો છે અને વળી યમન સરકાર તેને અટકાવવા સક્ષમ નથી. માટે રવિવારે હૂૂથીઓએ સાઉદી અરબની પેટ્રોલિયમ કંપની આર્માકોના પેટ્રોલિયમ ભંડાર પર હુમલો કર્યો હતો. હુમલાથી ખાસ નુકસાન નથી થયું, પણ પેટ્રોલિયમના આંતરરાષ્ટ્રીય ભાવોમાં ઊછાળો આવ્યો હતો.
પેટ્રોલિયમના આંતરરાષ્ટ્રીય ભાવોમાં ઊછાળો આવ્યો
રવિવારે થયેલા મિસાઈલ મારા પછી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પેટ્રોલિયમનો ભાવ બેરલ દીઠ (1 બેરલ એટલે 159 લિટર) 3 ટકા વધીને 2.62ડૉલર વધીને 70.47 ડૉલર નોંધાયા હતા. 70 ડૉલર પાર ભાવ ગયા હોય એવો આ પ્રસંગ 14 મહિના પછી આવ્યો હતો. ગયા વર્ષે તો લોકડાઉનને કારણે પેટ્રોલિયમની ડિમાન્ડ અને ભાવો બન્ને કાબુમાં રહ્યા હતા. સાઉદી સરકાર અને હૂથી હુમલાખોરો વચ્ચેની લડાઈથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પેટ્રોલિયમ-ક્રૂડના ભાવો ભડકે બળે એવી ચિંતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ભારત પેટ્રોલિયમ માટે અન્ય દેશો પર નિર્ભર છે.
પેટ્રોલિયમ-ક્રૂડના ભાવો ભડકે બળે એવી ચિંતા નિષ્ણાતો વ્યક્ત
સાઉદી ભારતને સૌથી વધુ પેટ્રોલિયમ વેચનારા દેશ પૈકીનો એક છે. ગયા વર્ષે ભારતે કુલ જરૂરિયાતનું 85 ટકા ખનિજતેલ આયાત કર્યું હતું. આ આયાત માટે 120 અબજ ડૉલરનું જંગી બિલ ચૂકવ્યું હતું. હવે જો પેટ્રોલિયમના આંતરરાષ્ટ્રીય ભાવો વધે તો ભારતમાં પેટ્રોલિયમ પેદાશો, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારે ઊંચા જાય એવી પુરી શક્યતા છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારે ઊંચા જાય એવી પુરી શક્યતા
આ હુમલાની જવાબદારી પણ લેતા હૂથીના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે 14 ડ્રોન અને આઠ બેલેસ્ટિક મિસાઈલ દ્વારા હુમલો કર્યો હતો. પેટ્રોલિયમની નિકાસ કરતા દેશોના સંગઠન ઓપોકે ઉત્પાદન અમુક પ્રમાણ કરતા ન વધારવાનો નિર્ણય કર્યો છે. તેની સામે ડિમાન્ડ વધી રહી છે. એ સંજોગોમાં પણ ભાવ ઊંચા જઈ શકે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31