GSTV
Gujarat Government Advertisement

ઝટકો / પેટ્રોલ-ડીઝલની મોંઘવારીથી વાહનચાલકોને નહીં મળે રાહત : ઘટવાને બદલે ભાવ વધી જશે, આ છે મોટુ કારણ

Last Updated on March 6, 2021 by

ખનીજ તેલનું ઉત્પાદન કરતા દેશો OPECએ તેલ ઉત્પાદન પર નિયંત્રણમાં ઢીલ મુકવાની ભારતની અપીલ ફગાવી કરી દીધી છે અને આ પછી પણ ક્રૂડ તેલનાં આંતરરાષ્ટ્રીય ભાવમાં ફરી એક વખત વધારો થઇ ગયો છે. દરમિયાન, સાઉદી અરેબિયાએ ભારતને સલાહ આપી છે કે જ્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો તે સમયે ખરીદેલા ક્રૂડ તેલનો ઉપયોગ કરી શકે છે.

એક તરફ ઓપેલ દેશો હાલ નિયંત્રણોમાં ઢીલ આપવા તૈયાર નથી તો બીજી તરફ OPEC પ્લસ તરીકે ઓળખાતા તેલ ઉત્પાદક દેશો ક્રુડ ઓઇલનું ઉત્પાદન વધારવા માટે સહેમત છે, તેમનું માનવું છે કે માંગમાં સુધારો આવવાની રાહ જોવી જોઇએ.

આ પુર્વે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓપેક દેશઓને ક્રુડ ઓઇલનાં ભાવમાં સ્થિરતા લાવવા માટે ઉત્પાદન પર લગાવવામાં આવેલા નિયંત્રણો ઓછા કરવાની અપીલ કરી હતી. OPEC દેશોનાં સંમેલનમાં ભારતનાં આગ્રહ અંગે જ્યારે સાઉદીનાં ઉર્જા પ્રધાન પ્રિન્સ અબ્દુલાઝીઝ બિન સલમાનને પુછવામાં આવ્યું તો તેમણે ભારતને સલાહ આપી કે ગયા વર્ષે ઓછી કિંમતમાં ખરીદવામાં આવેલા ક્રુડ ઓઇલનાં ભંડારમાંથી થોડા ભાગનોં ઉપયોગ કરવો જોઇએ.

અત્રે ઉલ્લેખનિય છે કે ભારતે જ્યારે ક્રુડનાં ભાવ માત્ર 19 ડોલર પ્રતિ બેરલ હતા ત્યારે ભારતે 67 લાખ બેરલ ક્રુડ ઓઇલની ખરીદી કરી હતી, ભારતે આવું તેના સ્ટેટેજીક ભંડારોને ભરવા માટે આ ખરીદી કરી હતી, પેટ્રોલિયમ મંત્રીએ પણ આ માહિતી સંસદમાં એક લેખિત જવાબમાં આપી હતી.

ક્રૂડ ઓઇલના ભાવમાં થશે હજુ વધુ વધારો

ઓપેક પ્લસ તેલનો પુરવઠો વધારવાની સંમતિ આપ્યા બાદ ક્રૂડમાં મજબુત વિકાસ થયો છે અને આ તેજી ચાલુ રહી શકે છે. કારણ કે વિશ્વની અર્થવ્યવસ્થામાં પુનપ્રાપ્તિથી ઓઈલના વપરાશની માંગમાં વધારો થવાની સંભાવના છે.ગુરુવારે ઓપેક અને તેના સાથીઓ, ઓપેક પ્લસની મીટિંગમાં, ઓપેકના વડા સાઉદી અરેબિયાએ દરરોજ 1 મિલિયન બેરલ કાપવાનું ચાલુ રાખ્યું, જ્યારે રશિયા અને કઝાકિસ્તાને થોડો વધારો કરવાનું પસંદ કર્યું. ગુપ્તાએ જણાવ્યું હતું કે બ્રેન્ટની કિંમત ટૂંક સમયમાં બેરલ દીઠ 70 ડ toલર થઈ શકે છે, જ્યારે ડબ્લ્યુટીઆઈમાં 67 ડોલર પ્રતિ બેરલની સપાટી જોવા મળી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33