GSTV
Gujarat Government Advertisement

એક વર્ષ બાદ પહેલી વખત ઘટ્યા ઇંધણના ભાવ/ પેટ્રોલમાં 18 અને ડીઝલમાં 17 પૈસાનો ‘અધધધ ઘટાડો

Last Updated on March 25, 2021 by

છેલ્લા એક વર્ષમાં પ્રથમ વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં ૧૮ પૈસા અને ડીઝલના ભાવમાં ૧૭ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટવાના કારણે ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે.

પેટ્રોલ

દિલ્હીમાં આજે એક લિટર પેટ્રોલનો ભાવ ૯૧.૧૭ રૃપિયાથી ઘટીને ૯૦.૯૯ રૃપિયા થઇ ગયો છે તેમ સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રાઇસ નોટિફિકેશનમા જણાવવામાં આવ્યું છે. દિલ્હીમાં એક લિટર ડીઝલનો ભાવ ૮૧.૪૭ રૃપિયાથી ઘટીને ૮૧.૩૦ રૃપિયા થઇ ગયો છે. દરેક રાજ્યમાં વેટનો દર અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ અલગ અલગ જોવા મળે છે.

છેલ્લા એક વર્ષમાં પ્રથમ વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ અગાઉ ૧૬ માર્ચ, ૨૦૨૦ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવામાં આવ્યા હતાં.

પેટ્રોલ

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં એક લિટર પેટ્રોલના ભાવમાં ૨૧.૫૮ રૃપિયા અને એક લિટર ડીઝલના ભાવમાં ૧૯.૧૮ રૃપિયાનો વધારો થયો છે. ગયા મહિને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૃપિયાને પાર કરી ગયો હતો.

petrol

મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૯૭.૫૭ રૃપિયાથી ઘટીને ૯૭.૪૦ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ ૮૮.૬૦ રૃપિયાથી ઘટીને ૮૮.૪૨ રૃપિયા થયો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33