GSTV
Gujarat Government Advertisement

પેટ્રોલ-ડીઝલ જીએસટી હેઠળ આવશે કે નહિ ? નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી દીધું સ્પષ્ટ, જાણો શું કહ્યું…

પેટ્રોલ-ડીઝલ

Last Updated on March 16, 2021 by

પેટ્રોલ-ડીઝલની કિંમતોને જીએસટી હેઠળ લાવવાને લઇ ચર્ચા ગયા વર્ષે ઉઠી હતી. સરકારના મંત્રીઓએ આને લઇ નિવેદન આપ્યું છે. સરકારનું કહેવું છે કે એનો અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલમાં જ થશે. પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારમણએ સપષ્ટ કરી દીધું છે કે હજુ ક્રૂડ પેટ્રોલિયમ, પેટ્રોલ ડીઝલ, એવિએશન ટર્બોઇન ફ્યુલ અને નેચરલ ગેસને જીએસટી હેઠળ લાવવાનો કોઈ પ્રસ્તાવ નથી.

લોકસભામાં એક સવાલના જવાબમાં નાણામંત્રીએ કહ્યું કે, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીના દાયરામાં લાવવા માટે જીએસટી કાઉન્સિલ તરફથી હજુ સુધી કોઈ સલાહ આપવામાં આવી નથી. નાણામંત્રી કહેવું છે કે યોગ્ય સમય પર વિચાર કરવામાં આવશે.

ત્યાં જ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતને લઇ નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર આના પર મળીને વિચાર કરી રહી છે. ઉમ્મીદ છે કે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સને લઇ જલ્દી કોઈ નિર્ણય લેવામાં આવશે.

ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી ભલામણ

આ પહેલા પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, સતત જીએસટી કાઉન્સિલને આગ્રહ કરી રહ્યા છે કે પેટ્રો પદાર્થોને જીએસટી હેઠળ લાવવામાં આવે જેથી સામાન્ય લોકોને રાહત મળે. પ્રધાને કહ્યું હતું કે, એમની માંગને માનવું જીએસટી કાઉન્સિલ પર નિર્ભર કરે છે અને એમને આ અંગે નિર્ણય લેવાનો છે. પ્રધાન મુજબ, આંતરરાતસરીય બજારમાં કાચા તેલના ભાવ વધ્યા છે જલ્દી એમાં ઘટાડો જોવા મળશે. પ્રધાન મુજબ, કોવિડ દરમિયાન કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો છે પરંતુ હવે બજાર ખોલવાથી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

શા માટે થઇ રહી છે જીએસટીમાં લાવવાની માંગ

પેટ્રોલ

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી કેન્દ્ર અને રાજ્ય સરકારનો કમાણી વધી છે પરંતુ સામાન્ય લોકોને મુશ્કેલી પડી રહી છે. માટે લોકો પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવાની ચર્ચા જારી રહ્યા છે. જણાવી દઈએ કે દિલ્હીની વાત કરીએ તો ઇન્ડિયન ઓઇલ મુજબ એક લીટર પેટ્રોલની એક્સ ફેક્ટરી કિંમત એટલે બેઝ પ્રાઇઝ જો 31.82 રૂપિયા છે ટી એક લીટર પર કેન્દ્ર સરકાર 32.90 રૂપિયા ટેક્સ વસૂલી રહી છે અને કેન્દ્ર સરકાર 20.61 રૂપિયાના એક લીટર પર કેન્દ્ર અને રાજ્ય મળીને કુલ 53.51 રૂપિયા બની રહ્યા છે . એટલે 32 રૂપિયાના પેટ્રોલ પર 53.51 રૂપિયા ટેક્સ વસુલવામાં આવી રહ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33