Last Updated on April 10, 2021 by
થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા સાઈટ ફેસબૂકના 53 કરોડથી વધુ યુઝર્સનો ડેટા લીક થયો હતો. ત્યારે વધુ એક સોશિયલ મીડિયા સાઈટ LinkedIn પર સાયબર હુમલો કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ મુજબ જોબ હંટ સાઈટ LinkedInના 50 કરોડથી વધુ યુઝર્સના ડેટા લીક થયા છે.
વિગતો અનુસાર, Linkedinના 50 કરોડથી વધુ લોકોનો ડેટા ડાર્ક વેબ પર મૂકી દેવામાં આવ્યો છે. આ ડેટામાં યુઝર્સના Linkedin આઈડી, આખું નામ, ઈ-મેઈલ એડ્રેસ, ફોન નંબર, જેન્ડર, અન્ય સોશિયલ મીડિયા લિંક્સ, વર્ક પ્રોફાઈલ રિલેટેડ ડેટા પણ સામેલ છે. જોકે રિપોર્ટમાં એ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે જે ડેટા ચોરી થયો છે તે અપડેટેડ ડેટા છે કે પહેલ ચોરી થયેલ ડેટાની પ્રોફાઈલ જ છે.
આ ડેટા બ્રીચ પર Linkedinનું કહેવું છે કે ડેટા લીકમાં તે તમામ માહિતી સામેલ છે જે પબ્લિકલી જોઈ શકાય તેવી હતી. મેમ્બર્સ Linkedin પર વિશ્વાસ રાખે છે અને આ જ વિશ્વાસ જાળવી રાખવા માટે એક્શન લેવામાં આવશે. Linkedinના જણાવ્યા અનુસાર તેમણે સેલ પર મુકવામાં આવેલ ડેટા તપાસ્યા બાદ જાણ્યું કે તેમાં ઘણો ડેટા અન્ય કંપનીઓ અને વેબસાઇટ્સ પરથી પણ લેવામાં આવ્યો છે. જેમાં પબ્લિકલી વ્યૂએબલમાં રહેલો Linkedinનો દેતા પણ સામેલ છે. તેમાં કોઈ પણ Linkedin ના પ્રાયવેટ મેમ્બરનો ડેટા સામેલ નથી.
પોતાના મેમ્બર્સની સુરક્ષા માટે ડેટાનો દુરુપયોગ કરનારાઓ સામે અમે કડક પગલાં લઈશું. માઈક્રોસોફ્ટની માલિકીની સાઈટ Linkedinએ જણાવ્યું કે તે કોઈ પણ ટર્મ્સ ઓફ સર્વિસનું ઉલ્લંઘન નહીં થવા દે.
ઇટાલિયન પ્રાયવસી વૉચડૉગમાં લિંક્ડઇન ડેટા બ્રીચ પર ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દેવામાં આવી છે. Bloomberg ને તેમને જણાવ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. તેમાં તેઓ જોશે કે કયા યુઝર્સનો ડેટા લીક થયો છે. આ લીકમાં આઈડી, આખું નામ, ઇમેઇલ એડ્રેસ વગેરે સામેલ છે.
આ ડેટાનો ફાયદો સાયબર ક્રિમિનલ્સ ઉઠાવી શકે છે. તેની મદદથી તેઓ યુઝર્સને ફિશિંગનો શિકાર બનાવી શકે છે. આ ડેટામાં 500 મિલિયન્સ ઇમેઇલ્સ સામેલ છે. તેનાથી બચવા માટે યુઝર્સને લિંક્ડઇન સાથે સંકળાયેલ એકાઉન્ટ અને પાસવર્ડ બદલવા કહેવામાં આવ્યું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31