Last Updated on February 25, 2021 by
સુરત શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. કોરોનાના વધી રહેલા કેસોમાં 50 ટકા કેસો બહારથી આવતા લોકોના હોવાથી સુરત મહાનગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ અને એરપોર્ટ ખાતે સાથો સાથ લોકોને તાકીદ કરી છે કે સુરતમાં આવવાના 72 કલાક પહેલા કોરોના ટેસ્ટિંગ કરાવીને આવે.
સુરત મનપાના મ્યુ. કમિશ્નરે ડાયમંડ ઉદ્યોગના વેપારીઓ સાથે મીટિંગ યોજી
સુરતમાં છેલ્લાં કેટલાંક દિવસથી કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. સુરતમાં કોરોના પોઝિટિવ કેસો વધવા પાછળનું કારણ તંત્રે જણાવ્યું છે કે અન્ય રાજ્ય કે જ્યાં હાલ કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે ત્યાંથી આવતા લોકોના કારણે સુરતમાં કેસોમાં વધારો થઇ ગયો છે. આજ કારણ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ અને એરપોર્ટ ખાતે સાથોસાથ લોકોને તાકીદ કરી છે કે સુરતમાં આવવાના 72 કલાક પહેલા કોરોના ટેસ્ટિંગ કરાવીને આવે. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરે તકેદારીના ભાગરૂપે ટેક્સટાઈલ ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ સાથે પણ મીટીંગ યોજી હતી.
પાલિકા દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવ્યું
વધુમાં પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે, પહેલાં દિવસ ના બે દર્દીઓ હોસ્પિટલમાં આવતા હતા. છેલ્લાં કેટલાંક દિવસથી દિવસના ચાર થી પાંચ કેસો આવી રહ્યા છે. કોરોનાનો આંકડો હવે 60ને પાર કરી રહ્યો છે જે ચિંતાજનક છે. ખાસ કરીને બહારથી ટ્રાવેલ કરીને આવતા લોકો ના કારણે, શાળા સ્કૂલો શરૂ થવાથી અને ઘણી ઓફિસોમાં માસ્ક પણ પહેરવામાં નથી આવતા તે બધા જ કારણોથી કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. પાલિકા દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. પાલિકા માસ્ક, ટેસ્ટ અને વેન્ટિલેશનને પર વધુ ભાર આપી રહી છે. ઉંમર લાયક લોકોને ડબલ માસ્ક પહેરવા માટે પણ સલાહ છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31