GSTV
Gujarat Government Advertisement

ગઢ આલા સિંહ ગેલા ! કોંગ્રેસનો સફાયો : આપ 27 બેઠક જીતી ગયું, પાટીદારોએ પાટીલની ક્લિન સ્વીપને રોકી લીધી

ભાજપ

Last Updated on February 24, 2021 by

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે પણ આમ આદમી પાર્ટીએ 27 બેઠક સાથે વિરોધપક્ષ બનતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલન હોમટાઉનમાં જ પાટીદારોએ તેમની પાટીલની ક્લીન સ્વીપને રોકી દીધી છે. પાટીલની આપખુદશાહીને કારણે પાટીદારો નારાજ થયા છે અને સિટીના પાટીદાર બહુમતી ધરાવતા વોર્ડમાં ભાજપના 6-6 ઉમેદવારોની ડિપોઝીટ પણ ડૂલ થઇ છે. સુરત મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે અને તે માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષની પેજ કમિટીને ક્રેડિટ અપાઇ  રહી છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલન હોમટાઉનમાં જ પાટીદારોએ તેમની પાટીલની ક્લીન સ્વીપને રોકી દીધી

સુરત મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો

પાટીલે સુરતમાં મિશન-120 જાહેર કર્યું હતું. તેમાં કોંગ્રેસને એકેય બેઠક મળી નહી, પણ આમ આદમી પાર્ટી જે પહેલીવાર સુરતમાં ચૂંટણી જંગમાં ઉતરી તે 27-27 બેઠકો જીતી ગઇ છે. સુરત સિવાયની મહાનગરપાલિકાઓ વડોદરા, અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગરમાં ભાજપે સપાટો બોલાવતા વિરોધપક્ષ જેવું રહ્યું જ નથી. પણ પાટીલના હોમટાઉન એવા સુરતમાં આપ વિરોધપક્ષ બન્યો છે.

પાટીલના હોમટાઉન એવા સુરતમાં આપ વિરોધપક્ષ બન્યો

પાટીદાર આંદોલન વેળા પાટીદારોને ભાજપથી નારાજગી હતી અને તેને કારણે 2015ની ચૂંટણીમાં કોંગ્રેસને 36 બેઠકો મળી હતી. પણ 2021ની ચૂંટણી પહેલા પાટીદારો ભાજપથી નારાજ હોય તેવી ખાસ સ્થિતિ નહોતી. પણ પાટીલની આપખુદશાહીને લીધે પાટીદારોની જુની નારાજગી ફરી તાજી થઇ હતી. ટિકિટ ફાળવણીમાં ડખાને લીધે પાટીદાર વિસ્તારના એક આખા વોર્ડમાં ભાજપની પેનલ સહિત કુલ 6 ઉમેદવારોએ ડિપોઝીટ પણ ગુમાવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33