GSTV
Gujarat Government Advertisement

ત્રાસ/ પતિ તો નહોતો રાખતો સારું પણ એકલી ઘરમાં હતી તો જેઠે ઉઠાવ્યો ફાયદો, પરિણીતા હવે અહીં પહોંચી

Last Updated on March 1, 2021 by

રામપુરા વિસ્તારની પરિણીતાને દહેજ માટે શારિરીક-માનસિક ત્રાસ આપવા ઉપરાંત એકલતાનો લાભ લઇ જેઠ દ્વારા અશ્લીલ હરકત કરતા પરિણીતાએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં પતિ સહિતના સાસરીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. લિંબાયત-મીઠીખાડી વિસ્તારની નફીસા (ઉ.વ. 21 નામ બદલ્યું છે) ના લગ્ન નવેમ્બર 2016માં રામપુરા વિસ્તારમાં રહેતા વાહીદ અહેમદ પટેલ સાથે થયા હતા.

શારિરીક-માનસિક ત્રાસ આપવા ઉપરાંત એકલતાનો લાભ

લગ્નના બે માસ સુધી નફીસાને સારી રીતે રાખ્યા બાદ સાસુ જમીલા અહેમદ પટેલ, નણંદ મુમતાઝ અહેમદ પટેલ અને સસરા અહેમદ અલી પટેલે ઘરના કામકાજ બાબતમાં મ્હેણાં ટોણાં મારવાનું શરૂ કર્યુ હતું. ઉપરાંત જમવાનું બનાવતા આવડતું નથી એમ કહી અપશબ્દો ઉચ્ચારી દહેજમાં ટુ વ્હીલરની માંગણી કરી હતી.

અપશબ્દો ઉચ્ચારી દહેજમાં ટુ વ્હીલરની માંગણી કરી

દરમિયાનમાં નફીસા ઘરે એકલી હતી ત્યારે જેઠ હબીબ અહેમદ પટેલે બાથમાં લઇ અશ્લીલ હરકતો કરી હતી. પરંતુ પોતાના લગ્નજીવનમાં ભંગાણ નહી પડે તે માટે નફીસાએ જે તે વખતે કોઇને કંઇ કહ્યું ન હતું. દોઢ વર્ષ અગાઉ નફીસાની તબિયત બગડતા માતા અને બહેન મળવા આવ્યા હતા. પરંતુ સાસુ, સસરા અને નણંદે તેમની સાથે ઝઘડો કરી નફીસાને ઘરમાંથી કાઢી મુકતી હતી. જેને પગલે ગત રોજ નફીસાએ પતિ સહિતના સાસરીયા વિરૂધ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33