Last Updated on March 27, 2021 by
દેશમાં ગુજરાત મોડેલની ચર્ચા જોરશોરથી થાય છે. પરંતુ ગુજરાતના એવા કેટલાક ગામો છે જયાં વિકાસ નામનો શબ્દ પણ પહોંચ્યો નથી. રાજ્યના શ્રમ મંત્રી દિલીપભાઈ ઠાકોરના મતવિસ્તાર હારીજમાં આવેલું કુંભાણા ગામ એક એવું ગામ છે જે વિકાસની વાતથી સદંતર દૂર છે.
ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપભાઈ ઠાકોરના મતવિસ્તાર હારીજના કુંભાણા ગામમાં આઝાદીના 70 વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. એટલું જ નહીં ગામમાં આંગણવાડી માટે એક મકાન પણ નથી.
છેલ્લા 4 વર્ષથી આંગણવાડી કેન્દ્રોનું કામ ચાલુ છે. કોન્ટેક્ટર સામે પણ પોતાની મનમાનીને આરોપ લાગ્યો છે. છેલ્લા ચાર વર્ષથી તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેકટરને પણ લેખિત રજૂઆતો કરવામાં આવી છે છતાં આંગણવાડી બની નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31