Last Updated on March 15, 2021 by
ગુજરાતમાં છ મહાનગરપાલિકાના મેયર-ડેપ્યુટી મેયરની પસંદગી થયા બાદ ભાજપે નગરપાલિકા,જિલ્લા-તાલુકા પંચાયતમાં પ્રમુખના નામો નક્કી કર્યાં છે. ત્રણ દિવસીય ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોના નામોની પસંદગી કરાઇ છે. સોમવારે જિલ્લા પ્રભારીઓને બંધ મોકલાશે. બુધવારે નગરપાલિકા અને જીલ્લા-પંચાયતોના પ્રમુખોના નામોની સત્તાવાર જાહેરાત થઇ જશે.
બુધવારે નગરપાલિકા અને જીલ્લા-પંચાયતોના પ્રમુખોના નામોની સત્તાવાર જાહેરાત થઇ જશે
ભાજપે 72 નગરપાલિકા,31 જિલ્લા પંચાયત અને 208 તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. આ પાલિકા-પંચાયતમાં કોને ધુરા સોપવી તે મુદ્દે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડમાં મંથન કરાયુ હતું. આ બેઠકમાં પ્રમુખ,ઉપપ્રમુખ સહિતના અન્ય હોદ્દેદારોના નામોની પસંદગી પર આખરી મહોર મારવામાં આવી છે. સ્થાનિક -રાજકીય સમીકરણના આધારે પ્રમુખના નામ પર પસંદગી ઢોળાઇ છે.
સ્થાનિક -રાજકીય સમીકરણના આધારે પ્રમુખના નામ પર પસંદગી ઢોળાઇ
ભાજપે બુધવારે જ ભાજપ શાસિત નગરપાલિકા-જિલ્લા ,તાલુકા પંચાયતોમાં એક જ દિવસે પ્રમુખ,ઉપપ્રમુખ નિમવા નક્કી કર્યુ છે ત્યારે આવતીકાલે સોમવારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સૂચના થી જિલ્લા પ્રભારીઓને બંધ કવર મોકલી આપવામાં આવશે અને બુધવારે પાલિકા-પંચાયતોની ેબેઠકમાં પ્રમુખ,ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સૂત્રોના મતે, પાલિકા-પંચાયતોમાં પ્રમુખ,ઉપપ્રમુખ પદ મેળવવા ભાજપના આંતરિક જૂથોમાં ભારે ખેચતાણ જામી છે.
દાવેદારોએ રાજકીય લોબિંગ પણ કર્યુ છે. કેટલાંય સૃથળોએ પ્રમુખ,ઉપપ્રમુખના નામો જાહેર થયા બાદ ભાજપમાં યાદવાસૃથળી જામે તેવી પરિસિૃથતી સર્જાઇ છે. આ જોતાં ભાજપે અત્યારથી જ ડેમેજ કંટ્રોલ કરવા પણ તજવીજ હાથ ધરી છે. ખુદ ભાજપના નેતાઓ જ કહી રહ્યાં છેકે, કેટલાંય સૃથળોએ તો પ્રમુખના નામો બદલવા પડે તો નવાઇ નહીં.
આ મહિના અંત સુધીમાં ભાજપના બધાય મોરચાના પ્રમુખ જાહેર થઇ જશે
મહાનગરપાલિકા-પાલિકા અને પંચાયતોમાં વિજય થયા બાદ ભાજપે ફરી સંગઠન પર ધ્યાન કેન્દ્રીત કરવા નક્કી કર્યુ છે. ચાલુ મહિનાના અંત સુધીમાં જ ભાજપ યુવા મોરચા,લઘુમતી મોરચા,કિસાન મોરચા, મહિલા મોરચા અને અનુસુચિત જનજાતિ મોરચામાં પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની નિમણૂંક કરે તેવી શક્યતા છે. છેલ્લા કેટલાંય વખતથી ભાજપના વિવિધ મોરચામાઓમાં નિમણૂંકો જ થઇ નથી ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મોરચાઓને સક્રિય કરવા આયોજન કરાયુ છે.
ટૂંકમાં જ અમદાવાદ ભાજપ શહેર પ્રમુખની નિમણૂક થશે
મોટાભાગના શહેરોમાં પ્રમુખની નિમણૂકો કરી દેવાઇ છે પણ અમદાવાદ શહેર પ્રમુખના મામલે હજુ અંદરોઅંદર વિવાદ છે જેના કારણે શહેર પ્રમુખની નિમણૂંક હજુ સુધી થઇ શકી નથી. સૃથાનિક સ્વરાજની ચૂંટણીઓને પગલે અમદાવાદ શહેર પ્રમુખની નિમણૂંકનો મુદ્દો અટવાયો હતો. સૂત્રોના મતે, આગામી ટૂંક જ સમયમાં અમદાવાદ ભાજપ શહેર પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત થઇ શકે છે. આ વખતે ધારાસભ્ય અને શહેર પ્રમુખ જગદીશ પંચાલની વિદાય લગભગ નક્કી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31