Last Updated on March 27, 2021 by
કોરોના વાયરસનો કહેર દેશમાં ફરી એક વાર ઝડપથી વધી રહ્યો છે. દેશમાં અલગ અલગ રાજ્યોમાં કોરોનાના નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવા સમયે બોલિવૂડમાં પણ કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. આમિર ખાન અને કાર્તિક આર્યન બાદ તાજેતરમાં જ સચિન તેંદુલકર કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યુ છે. ત્યારે હવે બોલિવૂડના દિગ્ગજ એક્ટર પરેશ રાવલ પણ કોરોના પોઝિટીવ થયા હોવાનું સામે આવ્યુ છે.
Unfortunately, I have tested positive for COVID-19. All those that have come in contact with me in the last 10 days are requested to please get themselves tested.
— Paresh Rawal (@SirPareshRawal) March 26, 2021
પરેશ રાવલને થયો કોરોના
પરેશ રાવલે શુક્રવારના રોજ જણાવ્યુ હતું કે, તે કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. તેમણે ટ્વિટ કરીને ખુદ સંક્રમિત થયા હોવાની વાત જણાવી હતી. તથા પોતાના સંપર્કમાં આવેલા લોકોને તપાસ કરાવાની અપીલ કરી હતી. પરેશ રાવલે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, દુભાગ્યપૂર્ણ રીતે હું કોરોના વાયરસની ચપેટમાં આવ્યો છું, છેલ્લા દશ દિવસમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેમણે પોતાના ટેસ્ટ કરાવી લેવો.
V for vaccines. ! Thanks to All the Doctors and Nurses and the front line Health care workers and The Scientists. ?Thanks @narendramodi pic.twitter.com/UC9BSWz0XF
— Paresh Rawal (@SirPareshRawal) March 9, 2021
બે અઠવાડીયા પહેલા જ લગાવી છે વૈક્સિન
પરેશ રાવલના ફેન્સ અને બોલિવૂડના તેમના સાથી અનુપમ ખેર, અશોક પંડિત સહિત અન્ય લોકોએ તેઓ જલ્દી સાજા થઈ જાય તેવી કામના કરી છે. આપને જણાવી દઈએ કે, 65 વર્ષિય એક્ટર પરેશ રાવલે બે અઠવાડીયા પહેલા જ એટલે કે, 9 માર્ચના રોજ કોરોના વૈક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમણે વૈક્સિન લીધા બાદ એક તસ્વીર પણ શેર કરી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31