GSTV
Gujarat Government Advertisement

નડિયાદ અને ખેડામાં ડાંગરની ખરીદી પ્રક્રિયા મામલે પરેશ ધાનાણીનો મોટો આક્ષેપ, CMએ આપ્યો આ જવાબ

Last Updated on March 10, 2021 by

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ગંભીર આક્ષેપો કર્યાં છે કે, ‘ખેડા અને નડિયાદમાં ડાંગરની ખરીદી પ્રકિયામાં ખેડૂતોને નબળો માલ હોવાનું કહીને કાઢી મૂકવામાં આવે છે જેથી ખેડૂતનું ભાડું બગડે છે. જ્યાર બાદ ખેડૂત જ્યારે બહાર નીકળે ત્યારે દલાલો સસ્તામાં માંગીને બાદમાં પાછલા બારણેથી ખરીદી કરીને ખેડૂતોને છેતરે છે.’

paresh-dhanani

પરેશભાઈએ ખેડૂતોને રિઝવવા ઉપવાસ કર્યા તો પણ ખેડૂતોનો સાથ ના મળ્યો : CM

જો કે આ સમગ્ર મામલે CM રૂપાણીએ જણાવ્યું કે, ‘વિપક્ષ નેતા ખોટું કહે છે, કોઈ ખેડૂત પાછા જતા નથી, ક્યારેક 10માંથી બે ખેડૂતો પરત થાય છે. પરેશભાઈએ ખેડૂતોને રિઝવવા માટે ઉપવાસ કર્યા, આંદોલન કર્યા તોય ખેડૂતોએ કોઈએ પણ સાથ ના આપ્યો. એક તરફ આક્ષેપ કરે છે કે અનાજમાંથી ધૂળ અને પથ્થર મળે છે અને તપાસ કરીએ તોય તકલીફ થાય છે. નાફેડના નિયમ હેઠળ જ કામ થાય છે.’ મગફળી મુદ્દે વિપક્ષ કામ કરે છે જેમાં કેટલાંકને પકડ્યાં છે જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પકડાતા હોવાનો CMએ જવાબ આપ્યો હતો.

cm rupani

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33