GSTV
Gujarat Government Advertisement

પરમબીર સિંહને ઝટકો: સુપ્રીમ કોર્ટમાં નહીં થાય સુનાવણી, વડી અદાલતે હાઈકોર્ટમાં જવા કહ્યું

Last Updated on March 24, 2021 by

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ નિષ્પક્ષ અને સ્વતંત્ર સીબીઆઈ તપાસની માગ કરતી મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહની અરજી પર બુધવારે સુનાવણી કરી હતી. વડી અદાલતમાં પરમબીર સિંહ તરફથી મુકુલ રોહતગી હાજર રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલાની ગંભીરતા જાણીએ છીએ. આપ હાઈકોર્ટ શા માટે ન ગયા અને અનિલ દેશમુખને પક્ષકાર કેમ નથી બનાવ્યા ? તેના પર મુકુલ રોહતગીએ કહ્યુ હતું કે, અમે અનિલ દેશમુખને પક્ષકાર બનાવી લઈશું.

મામલો ગંભીર છે, હાઈકોર્ટમાં જાવ

મુકુલ રોહતગીએ કહ્યુ હતું કે, આખી સરકાર પરમબિર વિરુદ્ધ લાગેલી છે. જ્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ 2 વર્ષ પહેલા હટાવી શકો નહીં.સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, આપ આ મામલે હાઈકોર્ટમાં જાવ. મામલો ગંભીર છે. પણ હાઈકોર્ટ કેમ ન ગયા. તે સ્પષ્ટ કરી દ્યો.

હાઈકોર્ટમાં જવાનો મોકો કેમ જવા દો છો ?

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, સવાલ અહીં કોઈ રાજ્યનો નથી, પણ પ્રકાશ સિંહ પોલીસ રિફોર્મ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે.કોર્ટે પરમવીર સિંહના વકીલને પૂછ્યુ કે, આપે સંબંધિત વિભાગને શા માટે પક્ષ નથી બનાવ્યો.બીજૂ કે, આપે અનુચ્છેદ 32 અંતર્ગત કેમ અરજી દાખલ કરી અને આપ અનુચ્છેદ 226 અંતર્ગત હાઈકોર્ટ કેમ ન ગયા. આપ આપનો મોકો શા માટે છોડી રહ્યા છો. અમે વારંવાર કહી રહ્યા છીએ કે, મામલો ગંભીર છે, જેમાં આપ સીધી રીતે પ્રભાવિત છો. મુકુલ રોહતગીએ કહ્યુ હતું કે, અરજીમાં તમામ એવા પુરાવા આપ્યા છે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે આ મામલાને હાઈકોર્ટમાં મોકલી આપ્યો અને કહ્યુ કે, તેના પર હાઈકોર્ટ જલ્દીથી સુનાવણી કરે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33