GSTV
Gujarat Government Advertisement

તમારા કામનું/ નામ અને જન્મતારીખ મેચ ન થતાં હોય તો પણ લિંક કરાવી શકો છો PAN-આધાર કાર્ડ, આટલી સરળ છે પ્રોસેસ

pan

Last Updated on February 27, 2021 by

જો તમે પણ ઇચ્છો છો કે 31 માર્ચ બાદ તમારુ PAN કાર્ડ ઇનઓપરેટિવ ન થઇ જાય તો તમારે તે સુનિશ્વિત કરવુ પડશે કે તમારુ PAN કાર્ડ અને આધાર કાર્ડ એકબીજા સાથે લિંક જરૂર હોય. આધાર-PANને લિંક કરવાની પ્રક્રિયા ઘણી સરળ છે. તમે ફક્ત ગણતરીની મિનિટોમાં ઘરેબેઠા આ કામ પૂરૂ કરી શકો છો. પરંતુ તે લોકો માટે મુશ્કેલી વધી ગઇ છે જેના આધાર અને PANમાં આપવામાં આવેલી ડિટેલ્સ એકબીજા સાથે મેચ નથી થતી.

લિંકિંગ પહેલા UIDAI મેચ કરે છે ડેટા

એવા હજારો કરદાતાઓ છે, જેમના નામ, જન્મ તારીખ, લિંગ, અને ઘણી મહત્વપૂર્ણ માહિતી PANકાર્ડ અને આધારકાર્ડમાં મેળ ખાતી નથી. આના માટે ઘણા કારણો હોઈ શકે છે. આધાર અને PANને લિંક કરવાની પ્રક્રિયામાં, આવકવેરા વિભાગ યુઆઈડીએઆઈ સાથે ડેટા મેચ કરે છે. જો બંને ડોક્યુમેન્ટ્સમાં આપવામાં આવેલી માહિતી મેળ ખાતી નથી, તો લિંક કરવાની રિકવેસ્ટ રિજેક્ટ થઇ જાય છે.

pan

જણાવી દઇએ કે ખોટા આઇડેંટિફિકેશન અથવા કોઈપણ અન્ય ગડબડના ઉકેલ માટે યુઆઈડીએઆઈએ ડિસેમ્બર 2017 માં જ જરૂરી માહિતીની પાર્શિયલ મેચિંગ પ્રોસેસ બંધ કરી દીધી છે.

જો ડેટા મેચ ન થાય તો શું કરવું?

જો ડેટા મિસ મેચ થવાને કારણે જો તમારી PAN-આધાર લિંકિંગ પ્રોસેસ રિજેક્ટ થઇ જાય છે, તો તમારી પાસે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશનનો (Biometric Aadhaar Authentication) વિકલ્પ છે. આ માટે તમારે NSDL ના પોર્ટલ પરથી આધાર સીડિંગ રિકવેસ્ટ (Aadhaar Seeding Request) ડાઉનલોડ કરવી પડશે. આ પછી, તમારે તમારા નજીકના PAN સેન્ટર પર જવું પડશે અને ઑફલાઇન બાયમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. તમે તમારા નજીકના PAN સેન્ટર વિશેની માહિતી એનએસડીએલ અથવા યુટીઆઇટીએસએલ વેબસાઇટની મદદથી મેળવી શકો છો.

તમારી પાસે બીજો વિકલ્પ શું છે

આ 1 પેજનું ખૂબ જ સરળ ફોર્મ છે, જેમાં તમારે તમારો PAN નંબર, આધાર નંબર અને બંને ડોક્યુમેન્ટ્સમાં આપેલ નામ ભરવું પડશે. આ સિવાય, તમારી પાસે બીજો વિકલ્પ છે, જેની મદદથી તમારું કામ થઈ શકે છે. આધાર-PAN લિંક કરવાની પ્રક્રિયા પહેલાં, તમારે કોઈ એક ડોક્યુમેન્ટમાં જરૂરી માહિતીને અપડેટ કરવાની જરૂર રહેશે. આ પૂર્ણ થયા પછી, તમે PAN-આધારને જાતે ઓનલાઇન લિંક કરી શકો છો.

PAN-આધાર લિંક ન કરવા પર શું હશે?

પરમનેંટ એકાઉન્ટ નંબર એટલે કે PANને આધાર નંબર સાથે જોડવાની અંતિમ તારીખ 31 માર્ચ 2021 છે. જો તમે હજી સુધી તમારા PANને આધાર સાથે લિંક કર્યુ નથી, તો જલ્દીથી તેને લિંક કરો, કારણ કે 31 માર્ચ પછી, જે લોકોનો આધાર PAN સાથે લિંક થશે નહીં, તેમના PAN 1 એપ્રિલ 2021 થી નિષ્ક્રિય કરવામાં આવશે. આ પછી, તમારે ફરીથી પાન સક્રિય કરવા માટે ભારે દંડ ચૂકવવો પડશે. હવે આવકવેરા રીટર્ન (આઈટીઆર) ફાઇલ કરવા માટે, PAN સાથે આધાર નંબર આપવો પણ જરૂરી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33