GSTV
Gujarat Government Advertisement

પઠાનકોટમાં પાકિસ્તાની ડ્રોન દેખાતા સુરક્ષા દળો સતર્ક, BSFના ફાયરિંગ બાદ પાછું વળ્યું

Last Updated on March 14, 2021 by

પંજાબના પઠાનકોટમાં ભારત-પાક સીમા નજીક ડ્રોન જોવા મળ્યાના સમાચાર છે. ડિંડા પોસ્ટ પર પાકિસ્તાન તરફથી આ ડ્રોનની ગતિવિધિ કરવામાં આવી છે. સરહદ પર મુસ્તેદ જવાનોએ જેમ પાકિસ્તાની ડ્રોનને જોયુ, તેવી જ રીતે તેની પર ફાયરીંગ કરવામાં આવ્યુ છે. જોકે ફાયરીંગ બાદ ડ્રોન પાછુ પાકિસ્તાન ફર્યુ. બીએસએફ સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવી રહ્યુ છે.

પાકિસ્તાનના સરહદ વિસ્તારમાં ભારત-પાક સરહદથી બમિયાલ સેક્ટરમાં શનિવારે પોલીસે તપાસ અભિયાન ચલાવ્યુ. તપાસ અભિયાનમાં બીએસએફ અને સ્વેટ કમાન્ડોની ટીમ પણ સામેલ રહી. બમિયાલ ચોકી પ્રભારી તરસેમ સિંહના નેતૃત્વમાં ભારત-પાક સરહદથી ખેતર, સુમસામ વિસ્તાર અને નદી કિનારે તપાસ અભિયાન ચલાવવામાં આવ્યુ.

ચોકી પ્રભારી તરસેમ સિંહે સ્થાનિક લોકોને અપીલ કરી છે કે તેઓ દરેક શંકાસ્પદ ગતિવિધિ અથવા વ્યક્તિ પર નજર રાખે. કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો પોલીસને તાત્કાલિક માહિતગાર કરે. ત્યાં એસએસપી પઠાનકોટ ગુલનીત સિંહ ખુરાનાએ જણાવ્યુ કે બમિયાલ સેક્ટર પાકિસ્તાનથી સંવેદનશીલ છે. પોલીસ અને બીએસએફ સુરક્ષા તંત્રને મજબૂત રાખવા માટે દરેક સમયે સતર્ક રહે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33