GSTV
Gujarat Government Advertisement

દેવા નીચે દબાયું પાકિસ્તાન, ઇમરાને માત્ર 2 જ દિવસમાં IMF-વિશ્વબેંક પાસેથી લીધી અરબોની લોન

Last Updated on March 28, 2021 by

કોરોનાની મહામારી અને ભૂખમરાથી પીડાઈ રહેલું પાકિસ્તાન હવે દેવાના ડુંગર નીચે દબાયુ છે. પાકિસ્તાનની જનતાને નવા પાકિસ્તાનના સપના દેખાડનાર ઈમરાન ખાને બે દિવસમાં અરબો રૂપિયાની લોન લીધી છે. ત્યારે જોઈએ દેવા નીચે દબાયેલા પાકિસ્તાન અંગેનો અમારો વિશેષ અહેવાલ.

નાણાભીડના કારણે ખસ્તાહાલ થયેલું પાકિસ્તાન હવે વિદેશી સંસ્થાઓ પાસેથી આર્થિક સહાય રૂપે અરબો રૂપિયાની લોન લઈ રહ્યુ છે. ત્રણ દિવસમાં પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મુદ્દા કોષ અને વિશ્વ બેંક પાસેથી લગભગ 130 અરબ રૂપિયાની લોન લીધી છે. આઈએમએફે પાકિસ્તાને 500 મિલિયન ડોલરની લોન આપવાનું એલાન કર્યુ હતુ. જે બાદ પાકિસ્તાને વિશ્વ બેંક પાસેથી 1.3 બિલિયન ડોલરની લોન લેવાની તૈયારી કરી છે.

મંદી

વિશ્વ બેંક પાસેથી લેવામાં આવેલી લોનમાંથી 200 મિલિયન ડોલરનો ઉપયોગ તીડ વિરૂદ્ધની લડાઈ માટે ઉપયોગમાં લેવાશે. પાકિસ્તાનમાં તીડના આક્રમણના કારણે મોટું નુકસાન થયુ છે. જેની ભરપાઈ કરવા માટે પાકિસ્તાન પાસે હવે નાણા નથી.  મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનની પ્રાંતિય સરકારના પ્રતિનિધિઓ સાથે વિશ્વ બેંક તરફથી પાકિસ્તાનના ડાયરેક્ટર નૂર અહમદ અને નાજી બેન્હાસિને સાત અલગ-અલગ લોન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. 

આ પહેલા 25મી માર્ચે આઈએમએફે પાકિસ્તાનને 500 મિલિયન ડોલરની લોન આપવાની સહમતિ દર્શાવી હતી.  આઈએમએફે નાણકીય સંકટથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનના આર્થિક વિકાસ માટે ચાર જેટલી સમીક્ષાઓને મંજૂરી આપી છે. આઈએમએફે 2019માં પાકિસ્તાનને 39 માસના એએફએફ હેઠળ 6 અરબ ડોલરની લોન આપવા તૈયારી દર્શાવી હતી. જોકે, આ લોન પાકિસ્તાનને કોરોનાની મહામારીના કારણે મળી શકી નહોતી.

પાકિસ્તાને વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી લીધેલી લોનના કારણે પાકિસ્તાનમાં મોંઘવારી વધવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.  પાકિસ્તાન દ્વારા સતત લોન લેવાના કારણે હવે ચીન પણ પાકિસ્તાન પાસે ગેરંટી માગી રહ્યુ છે.

પાકિસ્તાનને આપેલી લોન પર આઈએમએફની કડક શરતો પણ લાગૂ છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ લોનના કારણે પાકિસ્તાનમાં મોંઘવારી માતેલા સાંઢની જેમ બેકાબૂ બનશે.  જેમા પાવર સેક્ટકમાં ટેરિફ વધારવા અને ટેક્સ બ્રેક ખતમ કરવાની વાત પણ કરવામાં આવી છે. તો બીજી તરફ પાકિસ્તાનની કેન્દ્રીય બેંક આગામી દિવસોમાં મોંઘવારી રોકવા માટે વ્યાજદરમાં પણ વધારો કરી શકે છે.

પાકિસ્તાને આ લોન એવા સમયે લીધી છે. જ્યારે પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાન સરકારે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, હાલ એક પાકિસ્તાની પર 1 લાખ 75 હજાર રૂપિયાનું દેવું છે. છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાનના નાગરિકો પર દેવું સતત વધી રહ્યુ છે. ઈમરાન ખાને પાકિસ્તાનમાં સત્તા સંભાળી ત્યારે દેશના એક નાગરિક પર 1 લાખ 20 હજાર 99 રૂપિયાનું દેવું હતુ. જેમા હવે સતત વધારો થઈ રહ્યો છે.

પાકિસ્તાનના આર્થિક મામલાના મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 2020ના જુલાઈથી ડિસેમ્બર સુધી ઈમરાન સરકારને નાણાકીય સહાય માટે 5.7 બિલિયન ડોલરની રકમ મળી હતી. ડિસેમ્બર માસમાં પાકિસ્તાને વિદેશમાંથી 1.2 બિલિયન ડોલરની સહાય પ્રાપ્ત કરી હતી.  દુનિયાની વિવિધ સંસ્થાઓ પાસેથી લોન લેનાર પાકિસ્તાનની હાલાત પણ હવે ખરાબ થઈ છે. કેમ કે, વિશ્વની કેટલીક સંસ્થાઓ પાકિસ્તાનને લોન આપતા પહેલા કેટલીક મંજૂરી માગી રહ્યુ છે. તો બીજી તરફ પાકિસ્તાનનું મિત્ર ચીન પણ હવે પાકિસ્તાનને લોન આપવા માટે ગેરંટીની માગ કરી રહ્યુ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33