GSTV
Gujarat Government Advertisement

CORONA: ચીની વૈક્સીન લીધા બાદ કોરોના પોઝિટીવ થયાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન, ઘરમાં જ રહેશે ક્વારન્ટીન

Last Updated on March 20, 2021 by

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમના વિશેષ સહાયકે આ જાણકારી આપી. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાઓ, વિનિયમો અને સમન્વય પર પ્રધાન મંત્રીના વિશેષ સહાયકે ટ્વીટ કરીને કહ્યું, પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન કોરોના સંક્રમિત થયા છે. તેમણે ઘરમાં પોતાને આઇસોલેટ કર્યા છે.

જણાવી દઇએ કે તાજેતરમાં જ ઇમરાન ખાને કોરોના વિરુદ્ધ તૈયાર ચીની સાઇનોફાર્મ વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. તાજેતરમાં જ પહેલા રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને પણ વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો. ગુરુવારે 68 વર્ષીય ખાનના રસીકરણની પુષ્ટિ સ્વાસ્થ્ય મામલે તેમના વિશેષ સહાયક ડોક્ટર ફૈઝલ સુલ્તાને કરી હતી.

પાકિસ્તાનમાં આ વર્ષે કોરોનાના સૌથી વધારે કેસ


પાકિસ્તાનમાં શનિવારે આ વર્ષમાં આવેલા કેસમાં એક જ દિવસના સૌથી વધારે કેસ 3876 નવા કેસો આવ્યા છે. જે સાથે જ દેશમાં સંક્રમણની સંખ્યા વધીને 9.4 ટકા થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ હતું કે, છેલ્લા 24 કલાકમાં અહીં 40 દર્દીઓના મોત થઈ ચુક્યા છે, જે બાદ કુલ મૃતકોની સંખ્યા વધીને 13,799 થઈ ગઈ છે. મંત્રાલયે કહ્યુ હતું કે, દેશમાં અત્યાર સુધીમાં 79 હજાર 760 લોકો કોરોનાથી એકદમ સાજા થઈ ચુક્યા છે. 2 હજાર 122 દર્દીઓની હાલત હાલમાં પણ ગંભીર છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33