GSTV
Gujarat Government Advertisement

પૂર્વોત્તરમાં ગૃહ મંત્રીનો હુંકાર, ઘૂસણખોરોથી આસામને મુક્ત કરાવવું એજ અમારો લક્ષ્યાંક

Last Updated on February 25, 2021 by

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે આસામની મુલાકાતે છે. દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે જેને લઈને ભાજપે કવાયત શરૂ કરી દીધી છે. એક તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે પશ્ચિમ બંગાળમાં સભાઓ ગજવી રહ્યા છે અને પીએમ મોદીએ કેરળ પુડુચેરીના પ્રવાસે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિધાનસભા ચૂંટણી અગાઉ આસામના પ્રવાસે છે. અહીં તેમણે એક રેલીને સંબોધતા કહ્યું હતું કે,‘અમે સમગ્ર રાજ્યને ઘુસણખોરોથી મુક્ત કરાવીશું. આસામ આંદોલન સમયે જે કોંગ્રેસે યુવાઓ પર ગોળીબાર કર્યો હતો તે જ કોંગ્રેસને જીતાડવા જુદા-જુદા નામે ભાજપના વોટ કાપવા નાના પક્ષો ચૂંટણી મેદાનમાં આવી રહ્યાં છે. આવા પક્ષોનું કામ કોંગ્રેસને જીતાડવાનું છે, પરંતુ બધા જાણે છે કે કોંગ્રેસ સરકાર નથી બનાવી શકતી.’

ગૃહ મંત્રી

બોરડુઆમાં રેલીને સંબોધતા શાહે કહ્યું કે,‘આસામમાં 15 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર રહી પરંતુ તેમણે ક્યારે શ્રીમંત શંકર દેવજીની ભૂમિને પુણ્ય સ્થળ માની તેમા એક પણ સ્મારક બનાવવાનું કામ નહોતું કર્યું. અગાઉ આસામ હિંસા, હથિયાર અને આંદોલનને કારણે જાણીતું હતું. આજે મોદીજીએ આસામનું ગૌરવ વધારવા ઘણા કાર્ય કર્યા છે. સેટેલાઈટના માધ્યમથી એવા સ્થળોની શોધ કરવામા આવી જ્યાંથી પાણીને ડાયવર્ટ કરી મોટા તળાવ બનાવવામાં આવશે. સિંચાઈની વ્યવસ્થા કરવામા આવશે, પ્રવાસન સ્થળો બનાવવામાં આવશે અને આસામને પૂરની સમસ્યાથી મુક્તિ અપાવવામાં આવશે.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33