GSTV
Gujarat Government Advertisement

BIG NEWS / સોશ્યલ મીડિયા અને OTT મામલે સરકારે ગાઈડલાઈન કરી જાહેર, આ છે નવા નિયમો

Last Updated on February 25, 2021 by

ભારત સરકારે ગુરુવારે સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સમાં મોટા ખુલાસા કર્યા છે. રવિશંકર પ્રસાદે કહ્યું છે કે, સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો ભારતમાં વ્યાપાર કરવા માટે સ્વાગત છે. સરકાર આલોચના માટે તૈયાર છે પરંતુ સોશ્યલ મીડિયાના ખોટા ઉપયોગ પર પણ ફરિયાદનું ફોરમ મળવું જોઈએ.

સોશિયલ મીડિયા માટે જાહેર કરી ગાઈડલાઈન્સ

ભારતમાં Whatsapp ના 53 કરોડ, ફેસબુકના યૂઝર્સ 40 કરોડથી વધુ, ટ્વિટર પર 1 કરોડથી વધુ યૂઝર્સ છે. ભારતમાં તેનો ઘણો ઉપયોગ થાય છે. પરંતુ જે ચિંતા જાહેર કરવામાં આવી છે તેના પર કામ કરવું જરૂરી છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે, કોર્ટે ઓનલાઈન પ્લેટફોર્મ પર મુકવામાં આવતા કંટેન્ટને લઈને ગાઈડલાઈન બનાવવા માટે કહ્યું છે. નિર્દેશના આધારે ભારત સરકારે આ અંગે ગાઈડલાઈન તૈયાર કરી છે.

સોશ્યલ મીડિયા માટે સરકારની ગાઈડલાઇન જાહેર

  • આપત્તિજનક સામગ્રી અને હિંસા મંજૂરી નહીં
  • ભારતમાં વેપાર કરવા અહિયાંના કાયદાનું પાલન કરવું પડશે
  • ફરિયાદ મળ્યા બાદ સોશ્યલ મીડિયા પરથી 24 કલાકમાં આપત્તિજનક પોસ્ટ હટાવવી પડશે
  • ટેક કંપનીઓએ ફરિયાદ અધિકારીની નિમણૂક કરવી પડશે, દર છ મહિને રીપોર્ટ આપવાની રહેશે
  • ભારતમાં વેપાર કરવા માટે સોશ્યલ મીડિયાનું સ્વાગત પણ નિયમો અમારા રહેશે
  • સોશ્યલ મીડિયામાં બતાવવામાં આવી રહી છે અભદ્ર ચીજવસ્તુઓ, ઘણી ફરિયાદ મળી છે.
  • કોઈ પણ અફવા અથવા ખોટી કન્ટેન્ટને પોસ્ટ કરે છે તો તમારે જણાવવું પડશે કે પહેલીવાર આ પોસ્ટ અથવા કન્ટેન્ટ કોણે આપી છે.
  • જો તમે કોઈ સોશિયલ મીડિયા યુઝર્સની કન્ટેન્ટને હટાવવી છે તો તમારે તેનું કારણ પણ જણાવવું પડશે.

રવિશંકર પ્રસાદે એલાન કર્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ઓફિસરોને તૈનાત કરવા પડશે. કોઈ પણ આપત્તિજનક કન્ટેન્ટને 24 કલાકમાં હટાવવું પડશે. પ્લેટફોર્મને ભારતમાં પોતાના નોડલ ઓફિસર, રેસિડેંટ ગ્રીવાંસ ઓફિસર તૈનાત કરવા પડશે. આ ઉપરાંત દર મહિને કેટલી ફરીયાદો પર એક્શન લેવાયું તે અંગે જાણકારી આપવી પડશે.

કેંન્દ્રીય મંત્રી વધુમાં બોલ્યા કે, અફવાઓ ફેલાવનાર વ્યક્તિ કોણ છે, તેની જાણકારી આપવી પડશે. કારણ કે તે બાદ જ સતત તે સોશિયલ મીડિયા પર ફેલાઈ રહે છે. તેમાં ભારતની સંપ્રભુતા, સુરક્ષા, વિદેશી સંબંધ, રેપ જેવા મહત્વના મામલાઓ સામેલ કરવામાં આવશે.

ઓટીટી પ્લેટફોર્મ મનોરંજનનો મજબૂત વિકલ્પ બન્યા છે. કેમ કે લોકોની મનપસંદ વેબ સિરિઝ-ફિલ્મો સીધી જ પોતાના મોબાઈલ-લેપટોપમાં જોઈ શકે છે. આ પ્લેટફોર્મ પર કોઈ નિયંત્રણ ન હોવાથી ત્યાં મનોરંજનના નામે ગમે તેવી સામગ્રી પિરસાઈ રહી છે. અશ્લિલ અને દેશહિતને જોખમમાં મુકતી સામગ્રી, સમાજની એકતા તોડતી સામગ્રી પણ મનોરંજનના બહાના હેઠળ રજૂ થતી રહે છે.

ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર નિયંત્રણો આવે એવી ડિમાન્ડ ઘણા સમયથી થઈ રહી છે. માટે સરકારે એ અંગે હવે ઈન્ફર્મેશન ટેકનોલોજી રૃલ્સ ૨૦૨૧ તૈયાર કર્યો છે. આ નિયમ પ્રમાણે શારિરીક રીતે અશક્ત વ્યક્તિઓને પણ ઓટીટી પ્લેટફોર્મનો આનંદ મળે એવી સુવિધા વિકસાવવા જણાવાશે. તો વળી ફિલ્મને જેમ તેના કન્ટેન્ટ પ્રમાણે એ, યુ વગેરે સર્ટિફિકેટ અપાય છે, તેના રેટિંગ ઓટીટી પ્લેટફોર્મ પર સતત દેખાય એવી વ્યવસ્થા પણ કરાશે.

અત્યારે ઓટીટી પ્લેટફોર્મ ગમે તે ઉંમરની વ્યક્તિ જોઈ શકે છે. પણ ૧૩ વર્ષની ઓછી વયના બાળકો સીધા ઓટીટી પર ન જઈ શકે એવી વ્યવસ્થા વિકસાવા કંપનીઓને સૂચના અપાશે. આ બધા નિમયો કુલ ૩ તબક્કામાં લાગુ થયા છે. પહેલા તબક્કામાં સેલ્ફ રેગ્યુલેશન એટલે કાર્યક્રમ બનાવનાર પોતે જ સમજીને મર્યાદામાં રહે તેનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં સરકાર દ્વારા અને ત્રીજા તબક્કામાં થર્ડ પાર્ટી દ્વારા અવલોકન કરવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33