GSTV
Gujarat Government Advertisement

DGPનો મોટો આદેશ: માસ્ક નહીં પહેરનારા ચેતી જજો, તમામ જિલ્લાના પોલીસ કમિશ્નરને અપાઈ આ સૂચનાઓ

Last Updated on April 3, 2021 by

રાજ્યમાં તમામ લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું તમામ જિલ્લાના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરને કડકપણે પાલન કરાવવા રાજ્ય પોલીસ મહાનિર્દેશકને સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા તમામ જિલ્લાના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરને ઝુંબેશ શરૂ કરવા ડીજીપીએ તાકીદ કરી છે. માસ્ક ન પહેરનારા સામે કડક કાર્યવાહી કરી રૂ.1 હજાર દંડની વસુલાત કરવાના આદેશ આપ્યા છે.

રાજ્યના પોલીસ મહાનિદેશક અને હેડ ઓફ પોલીસ ફોર્સ આશિષ ભાટિયાએ ગુજરાતના તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરને ફરજિયાતપણે લોકો માસ્ક પહેરે તે માટેના નિયમોનું કડકપણે પાલન કરાવવા સૂચના આપી છે.

રાજ્ય પોલીસ મહાનિદેશકએ તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમના વિસ્તારમાં દરેક વ્યક્તિ ફરજિયાત માસ્ક પહેરે અને માસ્ક ન પહેરનારા સામે કડક હાથે કામ લઇ રૂ.૧ હજારના દંડની પણ વસુલાત કરવામાં આવે.

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા સૌ નાગરિકોની આરોગ્ય રક્ષા માટે માસ્ક અનિવાર્ય હોઇ, રાજ્યના પોલીસ મહાનિદેશકએ સૌ નાગરીકો ફરજિયાત માસ્ક પહેરે તે માટેની ઝુંબેશ તાત્કાલિક ધોરણે હાથ ધરવા પણ જિલ્લા પોલીસ અધિક્ષકઓ અને પોલીસ કમિશનરશ્રીઓને તાકીદ કરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33