Last Updated on April 3, 2021 by
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલાં કોરોનાના સંક્રમણની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને શહેર પોલીસના અલગ-અલગ અર્થઘટનને લઈને કેટલાક જીમ સંચાલકો દ્વારા જીમ પ્રવૃત્તિ શરૂ કરી દેવાતા હોબાળો મચી જવા પામ્યો હતો.
દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગના અધિકારીઓ વચ્ચે થયેલી વાટાઘાટો બાદ કોરોના સંક્રમણની હાલની સ્થિતિને જોતા શહેરમાં એક પણ જીમ ચાલુ રાખી શકાશે નહીં એવો આદેશ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહીતી મુજબ,અમદાવાદ શહેરમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતા 17 માર્ચની મધરાતથી જ શહેરમાં કાંકરીયા લેકફ્રંટ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ઉપરાંત સ્પોર્ટસ કલબ સહિતની કલબ પ્રવૃત્તિઓ ઉપરાંત જીમનેશિયમની પ્રવૃત્તિઓ બીજી સૂચના ના મળે ત્યાં સુધી બંધ રાખવા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુચના જારી કરવામાં આવી હતી.
દરમ્યાન બે દિવસ પૂર્વે પોલીસ વિભાગ તરફથી જારી કરવામાં આવેલા જાહેરનામામાં જીમનેશિયમ પ્રવૃત્તિ અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો ના હોવાથી જીમ સંચાલકોમાં આ બાબતે અસંમજશતા ઉભી થવા પામી હતી.જેને કારણે શહેરના કેટલાક જીમ સંચાલકોએ તેમના જીમમાં પ્રવૃત્તિ શરૂ કરી દીધી હતી.
આ બાબતે હોબાળો મચતા શુક્રવારે દિવસ દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકના અંતે હાલમાં અમદાવાદ શહેરમાં કોરોના મહામારીને ધ્યાનમાં લઈ શહેરના તમામ જીમ બીજી સૂચના આપવામાં ના આવે ત્યાં સુધી બંધ રાખવા અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવાનું મ્યુનિ.ના સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
વેકિસનેશન કામગીરી સાથે સંકળાયેલા તમામની રજાઓ રદ કરી દેવામાં આવી
અમદાવાદ શહેરમાં હાલ કોરોના વિરોધી રસી આપવામાં આવી રહી છે.આ મહિનાના અંત સુધીમાં મ્યુનિ.તંત્ર દ્વારા વીસ લાખ શહેરીજનોને કોરોના વિરોધી રસી આપવાનો લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યો છે.
બીજી તરફ સરકારના આદેશ મુજબ,સમગ્ર એપ્રિલ મહિના દરમ્યાન કોરોના વેકસિન આપવાની કામગીરી ચાલુ રાખવાની છે.જેથી જાહેર રજા અને રવિવારના દિવસોમાં પણ શહેરીજનોને કોરોના વિરોધી રસી આપવાની થશે.આ કારણથી કોરોના વેકિસન સાથે સંકળાયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
કર્ણાવતી કલબમાં બે સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલાં કોરોના સંક્રમણની વચ્ચે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,શહેરના એસ.જી.હાઈવે ઉપર આવેલી કર્ણાવતી કલબમાં ફરજ બજાવતા બે સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ થતા તેમને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31