Last Updated on March 27, 2021 by
ગુજરાતમાં ભૂમાફિયાઓએ ગરીબ ખેડૂતોની જમીન પચાવી પાડી છે તેવી કાગારોળ મચાવી વિપક્ષે સરકારને ઘેરવા પ્રયાસ કર્યો હતો પણ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કોંગ્રેસને જ રાજકીય સાણસામાં લઇ સુણાવ્યું કે, તમારાં વખતમાં આવા કાયદા જ ન હતાં. તમે આવુ કાર્ય કર્યુ હોત તો વિપક્ષમાં બેઠાં ન હોત. ભાજપ સરકાર ઇચ્છા શક્તિ સાથે કાયદો બનાવ્યો છે. લેન્ડ ગ્રેબ્રિગ એક્ટ એ એકબીજાના રાજકીય હિસાબો પતાવવા માટે નહીં, પણ ગરીબ ખેડૂતોની જમીનો પચાવી પાડનારાં ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવવા માટેનો છે. બાપુએ એવો ય રાજકીય ટોણો માર્યો કે, હવે તો કોંગ્રેસ જનાધાર વિનાની નિરાધાર પાર્ટી બની ગઇ છે.
પોતાના ધારાસભ્યોને પોતે જ સાચવવા પડે..ભાઇ
પ્રશ્નોતરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડે જંગલમાંથી ચંદનના લાકડાની ચોરી થાય છે. એટલું જ નહીં, ચંદનના છોડ પણ સચવાતાં નથી.આ વાત સાંભળી અધ્યક્ષે ટકોર કરી કે, ઝાડને ધારાસભ્ય સાચવે. આમ છતાંય ભગા બારડે ચંદનના ઝાડની જાળવણીને લઇને ટીકા ટિપ્પણી જારી રાખી હતી ત્યારે ફરી અધ્યક્ષે કહ્યું કે, પોતાના ધારાસભ્યોને પોતે જ સાચવવા પડે. ભાઇ.. આમ કહેતાં જ કોંગ્રેસના ધારાસભ્યોના ભવાં ચડી ગયાં હતાં.
કોરોનાએ ઉથલો માર્યો છે ત્યારે વિધાનસભાની લોબીમાં બે કોંગ્રેસી ધારાસભ્યો સરકારની નીતિને વાત કરી રહ્યાં હતાં કે, ખરૂં છે. બોલો, રીક્ષામાં પાંચ-છ જણાં બેસે તો કોરોના ન થાય, બસ-એએમટીએસમાં થાય, લાલ દરવાજા-ત્રણ દરવાજામાં લોકો એકઠા થાય તો વાંધો નહીં પણ મોલમાં કોરોના થાય. હોળી-ધુળેટી પર પ્રતિબંધ લાદી દેવાયો છે પણ મોરવાહડફ અને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોરોના ન થાય. આમ, સરકારની બેધારી નીતિને લીધે જ કોરોના વકર્યો છે.
તમારાં રાજમાં ભૂમાફિયા જ નહી, રાજકીય માફિયા વધ્યા છે…
લેન્ડ ગ્રેબિગ એક્ટ મુદ્દે ગૃહમાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે ધારાસભ્ય અમિત ચાવડાએ રાજકીય તીર તાકી એવો સવાલ ઉઠાવ્યો કે, છેલ્લાં 25 વર્ષથી તમારૂ જ શાસન છે. તમારા જ શાસનમાં ભૂમાફિયા ય વધ્યાં છે. હવે તમને ગરીબ ખેડૂતોની ચિંતા થાય છે તો પછી જમીન દબાણ હટાવવા માટેની અરજી માટે શા માટે બે હજાર ફી લો છો. આ તમારા રાજમાં જ ભૂમાફિયા જ નહીં, રાજકીય માફિયા ય વધ્યાં છે.
ધારાસભ્ય પક્ષપલટો કરે તો, ચૂંટણીની ઉતાવળ કરો છો તો પછી…
સરકારી કોલેજોમાં ખાલી પડેલી જગ્યા મુદ્દે વિપક્ષે સવાલોનો મારો ચલાવ્યો હતો તે વખતે કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે તો એવો મુદ્દો ઉઠાવ્યો કે, કોઇ ધારાસભ્યનુ મૃત્યુ થાય, ધારાસભ્ય પક્ષપલટો કરે તો,પેટાચૂંટણી યોજવા સરકાર કેવી ઉતાવળ કરે છે તો પછી વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાની ભરતી કરવા સરકાર કેમ ઉતાવળ કરતી નથી. સરકારને આ મામલે એડવાન્સ પ્લાનિંગ કરવાનુ સુઝતુ નથી..
એક મંત્રીએ ચિઠ્ઠી લખી ધારાસભ્યને મોકલી પણ…..
પ્રશ્નોતરી કાળ વખતે સવાલ-જવાબનો દોર ચાલી રહ્યો હતો ત્યારે એક મંત્રીએ એક ચીઠ્ઠી લખી ધારાસભ્ય જગદીશ પંચાલને મોકલી હતી. કદાચ કોઇ રાજકીય સવાલ ઉઠાવી ચર્ચાનો વિષય બનાવવાની રણનીતિ હશે. ધારાસભ્ય જગદીશ પંચાલે ચિઠ્ઠી વાંચી આસપાસના બે ધારાસભ્ય પાસે સલાહ સુધ્ધાં લઇ લીધી અને પ્રશ્ન પૂછવા હાથ ઉંચો કર્યો હતો પણ અધ્યક્ષે જગદીશ પંચાલની સામે જ જોયુ નહીં. તે દરમિયાન આખોય પ્રશ્ન પૂરો થયો. આખરે મંત્રીએ જગદીશ પંચાલની સામે જોયું પણ શું થાય…
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31