GSTV
Gujarat Government Advertisement

ચૂંટણી સર્વે: મોદી-શાહના આંટાફેરા બંગાળમાં નહીં આવે કામમાં, તમિલનાડૂમાં પણ ઉંધો પડશે દાવ, આવો છે લોકોનો મિજાજ

Last Updated on February 27, 2021 by

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે આવા સમયે સી વોટરે એક ઓપિનિયન પોલમાં પાંચેય રાજ્યોનો રાજકીય મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી મુખ્યમંત્રી પદ માટે લોકોની પ્રથમ પસંદ બન્યા છે. આસામમાં ફરી એક વાર ભાજપ સરકાર રિપીટ થઈ શકે છે. સર્વેમાં જણાવ્યા પ્રમાણએ તમિલનાડૂમાં આ વખતે સત્તા પરિવર્તનના અણસાર છે.

શું છે પશ્ચિમ બંગાળનો મૂડ

મુખ્યમંત્રી માટે મમતા પ્રથમ પસંદ

પશ્ચિમ બંગાળમાં કોને મુખ્યમંત્રી તરીકે જોવા માગો છો, આ પ્રશ્નના જવાબમાં 56 ટકા લોકોએ મમતા બેનર્જીને સીએમ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જ્યારે 25 ટકા લોકોએ ભાજપના નેતા દિલીપ ઘોષને બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 9 ટકા લોકો મુકુલ રોયને સીએમ તરીકે જોવા માગે છે. જ્યારે 2 ટકા લોકો સુવેંદુને પસંદ કરે છે.

મોટા ભાગના લોકો મમતાના કામથી ખુશ

સર્વેમાં શામેલ 48 ટકા લોકો મમતાના કામને સારા ગણાવ્યા છે. 34 ટકા લોક મમતાના કામને ખરાબ, તો વળી 18 ટકા લોકો સરેરાશ કામ કર્યા હોવાનો દાવો કરી રહ્યા છે. મુખ્યમંત્રી તરીકે મમતાના કામ માટે 54 ટકા લોકએ સારૂ ગણાવ્યુ છે. જ્યારે 30 ટકા લોકોએ ખરાબ અને 16 ટકા લોકોએ સરેરાશ ગણાવ્યુ છે.

પીએમ મોદીના કામથી પણ ખુશ, શું ભાજપને મળશે ફાયદો

પીએમ મોદીનું કામકાજ કેવું રહ્યું ? આ સવાલના જવાબમાં 47 ટકા લોકોએ સારૂ, 39 ટકા લોકોએ ખરાબ અને 14 ટકા લોકોએ સરેરાશ બતાવ્યુ છે. પીએમ મોદી અને અમિત શાહના બંગાળ બંગાળ પ્રવાસથી ભાજપને ફાયદો થશે કે નહીં, તેના પર 45 ટકા લોકોએ હા પાડી છે. જ્યારે 41 લોકો જણાવે છે કે, પીએમ મોદી કે અમિત શાહના બંગાળ આવવાથી કોઈ ફાયદો નહીં થાય તેવું જણાવી રહ્યા છે. જ્યારે 14 ટકા જેવી તેવી પ્રતિક્રિયા આપી છે.

સીબીઆઈનો દાવ ક્યાંક ઉલ્ટો ન પડી જાય ?

સર્વેમાં પૂછવામાં આવ્યુ હતું કે, ભત્રીજા અભિષેકની પત્ની, સાળીને સીબીઆઈની નોટિસ અથવા પૂછપરછથી ટીએમસીને ફાયદો થશે કે નુકસાન. 42 ટકા લોકોનું માનવું છે કે, સીબીઆઈ પૂછપરછથી ટીએમસીને નુકસાન થશે, તો વળી 39 ટકા લોકોનું માનવું છે કે, તેનાથી ઉલ્ટાનું ટીએમસીને જ ફાયદો થશે. 29 ટકા લોકોએ કહ્યુ હતુ કે, કંઈ કહી શકાય નહીં.

શું ટીએમસી નેતાઓ વિરુદ્ધની કાર્યવાહી રાજકારણ પ્રેરિત હતી ?

આ સવાલના જવાબમાં 46 ટકા લોકોએ હામાં ઉત્તર આપ્યો હતો. જ્યારે 34 ટકા લોકોએ નામાં ઉત્તર આપ્યો હતો, જ્યારે 20 ટકા લોકોએ જવાબ આપ્યો હતો કે, કંઈ કહી શકાય નહીં.

પામેલા કોકેઈન કાંડથી ભાજપને થઈ શકે છે નુકસાન

આ સવાલના જવાબમાં 47 ટકા લોકોનું માનવુ છે કે, હા તેનાથી ભાજપને નુકસાન થશે. જ્યારે 34 ટકા લોકોનું માનવું છે કે, કંઈ નુકસાન નહીં થાય. જ્યારે 19 ટકા લોકોનું માનવુ છેકે, તેના પર કંઈ કહી શકાય નહીં.

આસામમાં ફરી એક વાર ભાજપ રિપીટની ભવિષ્યવાણી

સર્વેમાં જણાવ્યા પ્રમાણે 126 સીટોવાળી આસામ વિધાનસભામાં એક વાર ફરી ભાજપની સરકાર બનતી દેખાય છે. પાર્ટીને અહીં 68-76 સીટ મળી શકે છે. કોંગ્રેસ ગઠબંધનને અહીં 43-51 સીટો જ્યારે અન્યના ખાતામાં 5-10 સીટો જવાની સંભાવના છે. તો વોટશેરની વાત કરીએ તો, ભાજપને અહીં 42 ટકા વોટ, કોંગ્રેસ+ને 31 ટકા અને અન્યના ખાતામાં 27 ટકા વોટ જઈ શકશે. આસામમાં હાલ ભાજપના સર્વાનંદ સોનોવાલ મુખ્યમંત્રી છે.

તમિલનાડૂમાં આ વખતે સ્ટાલીન સરકાર ?

સર્વેમાં જણાવ્યા પ્રમાણે તમિલનાડૂમાં આ વખતે સત્તા પરિવર્તન થઈ શકે છે. અહી એઆઈએડીએમકે-ભાજપ ગઠબંધનને ભારે નુકસાન થઈ શકે છે. તમિલનાડૂ વિધાનસભાની 234 સીટ છે. સર્વેમાં જણાવ્યા પ્રમાણે અહીં ભાજપ-એઆઈએડીએમકે ગઠબંધનને 58થી 66 સીટોથી સંતોષ માનવો પડશે. ડીએમકે-કોંગ્રેસ ગઠબંધનને 154માંથી 162 સીટો મળી શકે છે. તો વળી અન્યના ખાતામાં 8માંથી 20 સીટો જવાનું અનુમાન છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33