Last Updated on March 13, 2021 by
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંઘે શનિવારે જણાવ્યું છે કે સરકારી નોકરીઓ માટેની કોમન એલિજિબિલિટી ટેસ્ટ (CET) ચાલુ વર્ષે સપ્ટેમ્બરની આસપાસ યોજાઈ શકે છે. તેમને વધુમાં જણાવ્યું છે કે કેન્દ્રીય કેબિનેટની મંજૂરીથી CETની પરીક્ષાઓ યોજવા માટે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી (NRA)ની રચના કરવામાં આવી છે.
કર્મચારીઓ માટે રાજ્ય પ્રધાન જીતેન્દ્ર સિંહએ જણાવ્યું હતું કે “યુવાનો માટે ખાસ કરીને સરકારી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે, દેશભરમાં સરકારી નોકરીઓમાં ભરતી કરવા માટે ચાલુ વર્ષે કોમન એલિજિબિલિટી ટેસ્ટ (CET)નું આયોજન કરવામાં આવશે અને ઉમેદવારોની સરકારી નોકરીઓ માટે પસંદગી કરી ભરતી કરવામાં આવશે” તેમણે ઉમેર્યું હતું કે વર્ષ 2021 માટે પરીક્ષાનું આયોજન સપ્ટેમ્બરમાં યોજવામાં આવશે.
જીતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા મોટું પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત રસ અને યુવાનો માટેના ચિંતાને લીધે સંભવ થયું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી (NRA) એ મલ્ટી એજન્સી બોડી છે જે કોમન ટેસ્ટનું આયોજન કરશે અને ગ્રુપ બી અને સી (નોન ટેક્નિકલ) માટેની ભરતી કરશે.
આ સુધારાની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક પરીક્ષા કેન્દ્ર ઉભું કરવામાં આવશે જેને લીધે ઉમેદવારને પોતાના ઘરની નજીક જ પરીક્ષા આપવાની સુવિધા આપશે.
આ ઐતિહાસિક સુધારાનો મહત્વનો લક્ષ્યાંક એ પણ છે કે ઉમેદવારોને તેમના સામાજિક અને આર્થિક પૃષ્ઠભુમીને જોયા વગર યોગ્ય તક આપીને તેઓ પાછળ ન રહી જાય તે જોવાનો છે.
આ સુધારાના કારણે મહિલાઓ અને દિવ્યાંગ ઉમેદવારોને પણ ફાયદો થશે તો સાથે સાથે, જે ઉમેદવારોને જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર જઈને પરીક્ષા આપવી આર્થિક દ્રષ્ટિએ પોસાય તેમ ન હોય તેમને પણ ફાયદો થશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31