GSTV
Gujarat Government Advertisement

લેખા જોખા / સુરતમાં લોકડાઉનના એક વર્ષ બાદ પણ કોરોના બેકાબુ, સત્તા લાલસુ નેતાઓએ ઠીકરૂ પ્રજા માથે ફોડ્યું

Last Updated on March 23, 2021 by

24 માર્ચ 2020 લોકડાઉન જાહેર થયું. લોકડાઉનને 1 વર્ષ વીતિ ગયું છે. એક વર્ષ સુધી કોરોના સામે સુરતની જનતાએ પણ સંયમ, ધૈર્ય અને પૂરતો સાથ- સહકાર આપ્યો છે. તો સામે જનતાને માસ્કના નામે દંડ અને પોલીસના દંડા મળ્યા છે. એક વર્ષ સુધી જનતાએ રાખેલા સંયમ અને ધૈર્યના કારણે કોરોનાના કેસો ઘટાડવામાં મહદ અંશે સફળતા મળી.

પરંતુ રાજકીય નેતાઓની નફ્ફટાઈ અને તંત્રની આડોડાઈના કારણે એક વર્ષની મહેનત બાદ પણ કોરોનાની પરિસ્થિતિ ઠેરની ઠેરની જોવા મળી. 1 વર્ષ પહેલા જ્યાં હતા ત્યાં ફરી પાછા આવી ગયા છીએ. સુરતમાં પ્રતિદિવસ 400 જેટલા કેસ નોંધાય છે. માંડ માંડ કોરોના પર કાબૂ મેળવાયો હતો. પરંતુ ચૂંટણી રેલીઓ સભાના કારણે ફરી આજ પરિસ્થિતી આવી હોવાનું લોકોને લાગી રહ્યું છે

maharashtra corona

કોરોનાના વધતા કેસોમાં ફરી બંધ જેવી સ્થિતી સર્જાઇ છે. વેપાર ધંધા પર અસર પડવા લાગી છે. એક વર્ષ બાદ પણ સુરતમાં કોરોનાની સ્થિતિને ઠેરની ઠેર આવી આવી પહોંચી છે. જેનું ઠીકરું પ્રજાના માથે થોપવામાં આવી રહ્યું છે. લોકડાઉનમાં સુરતની હીરા બજાર કાપડ માર્કેટ સહિતની બજારો બંધ થઈ. કરોડોના વેપાર ઠપ્પ થઈ ગયા.

વેપારીઓના બહારના પેમેન્ટ પણ અટકી પડ્યા. લોકડાઉન બાદ અનલોકમાં માંડ માંડ કાપડ વેપારીઓએ દિવાળી સુધીમાં સારો એવો વેપાર કરી સરભર કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ એક વર્ષ બાદ પણ સુરતમાં કોરોનાની ફરી તેજ પરિસ્થિતિ આવીને અટકી પડતા સુરતના કાપડ વેપારીઓ હવે મુશ્કેલીમાં મુકાયા છે.

24 માર્ચ 2020ની લોકડાઉનની સ્થિતિ જેવી સ્થિતી પાછી આવી ગઇ હોવાનું લોકો માની રહ્યા છે. આજે પણ લોકો સરકાર દ્વારા લેવામાં આવેલ આડેધડ નિર્ણય સામે લોકો રોષ વ્યકત કરી રહ્યા છે. સુરતમાં કોરોનાની ફરી ઉદભવેલી સ્થિતિ માટે સુરતની જનતા સરકારની બેવડી નીતિને જવાબદાર માની રહ્યા છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33