GSTV
Gujarat Government Advertisement

ખુશખબર: આવી ગઈ એક ડોઝવાળી કોરોનાની રસી, જોનસન એન્ડ જોનસન કંપનીની રસીને મળી ઈમરજન્સી મંજૂરી

Last Updated on February 28, 2021 by

કોરોનાના કહેર સામે ઝઝૂમી રહેલી દુનિયા અને એમાય ખાસ કરીને અમેરિકા માટે સારા સમાચાર આવ્યા છે. મહામારીથી નિપટવા માટે વધુ એક મોટી દવા કંપનીએ રસી બનાવી છે. આ રસી જોનસન એન્ડ જોનસન કંપનીએ બનાવી છે. અમેરિકામાં ખાદ્ય અને ઔષધી પ્રશાસને તેને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. જેની ખાસ વાત એ છે કે, આ અત્યાર સુધીમાં તૈયાર થયેલી રસીમાં બે ડોઝ આપવામાં આવતા હતા. પણ જોનસન એન્ડ જોનસનની આ રસીમાં હવે એક ડોઝ લેવાનો રહેશે.

બાઈડને કહ્યુ- ઉત્સાહ જનક સમાચાર

અમેરિકામાં આ ત્રીજી રસી છે, જે અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે મંજૂરી મળી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તેને કોરોના સમાપ્ત કરવા માટેનું પગલુ ગણાવ્યુ હતું. જે અમેરિકાના નાગરિકો માટે ઉત્સાહજનક સમાચાર હોવાનું જણાવ્યુ હતું. અમે જાણીએ છીએ કે, જેટલા વધુ લોકોને રસી આપવામાં આવશે, તેટલુ ઝડપી આ વાયરસથી છૂટકારો મળશે. આપણે આપણા મિત્રો અને પરિજનો સાથે મળી અર્થવ્યવસ્થાને પાટા પર લાવી શકીશું.

મહિનાઓ સુધી ફ્રિઝમાં રાખી શકાશે


જોન્સન એન્ડ જોનસનની આ રસીને બેની જગ્યાએ ફક્ત એક જ ડોઝ આપવાનો રહેશે. આ રસીને મહિનાઓ સુધી ફ્રિઝમાં સુરક્ષિત રાખી શકાશે. આ રસીને શનિવારના રોજ મંજૂરી મળી છે. અમેરિકામાં આ અગાઉ ફાઈઝર અને મોડર્નાની રસી ગત ડિસેમ્બરમાં મંજૂરી મળી છે. ફાઈઝર અને મોર્ડનાની રસીમાં અઠવાડીયામાં બે ડોઝ લેવા પડે છે.

યુરોપ તથા WHOથ પાસે માગી મંજૂરી


જોન્સન એન્ડ જોનસન કંપનીએ યુરોપ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પાસેથી પણ પોતાની રસીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મેળવવાના પ્રયાસો કર્યા છે. સૌથી પહેલા બહેરીને ગુરૂવારે તેના ઉપયોગની મંજૂરી આપી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33