Last Updated on March 10, 2021 by
શાસ્ત્રોમાં વિવિધ દેવી-દેવતા અને નારદજી એક જગ્યાએથી અદૃશ્ય થઈ બીજી જગ્યાએ પહોંચી જાય એવી કથાઓ આપણે ધર્મગ્રંથોમાં વાંચી છે અને ધાર્મિક સિરિયલોમાં જોઈ પણ છે. હકીકતમાં એવું શક્ય છે? વિજ્ઞાાનીઓ પાસે તેનો પાક્કો જવાબ તો નથી, પરંતુ તેના પ્રયાસો દાયકાઓથી ચાલે છે. એક જગ્યાએથી અંતરધ્યાન થઈ દૂરના સ્થળે પહોંચી જવાની ક્રિયાને ટેલિપોર્ટેશન કહેવાય. ફેસબૂક આ ટેલિપોર્ટેશન ટેકનોલોજી પર કામગીરી કરી રહ્યું છે. ફેસબૂકના સીઈઓ માર્ક ઝકરબર્ગે એક મુલાકાતમાં કહ્યું હતું કે 2030 સુધીમાં ટેલિપોર્ટેશન શક્ય બનશે.
ફેસબૂક આ ટેલિપોર્ટેશન ટેકનોલોજી પર કામગીરી કરી રહ્યું છે
ફેસબૂક એ પ્રકારના ગોગલ્સ બનાવી રહ્યું છે. અગાઉ ગૂગલે પણ ગૂગલ ગ્લાસ નામે ક્રાંતિકારી ચશ્માં બનાવવાનો પ્રયોગ આરંભ્યો હતો. એ ચશ્માં જોકે ટેલિપોર્ટેશન અંગેના નહીં પણ ગૂગલ સર્ચની જેમ કોઈ વ્યક્તિની માહિતી પળવારમાં રજૂ કરી આપે એ પ્રકારના હતા.
એમાં પ્રાઈવસીનો વિવાદ થતા ગૂગલે એ પ્રોજેક્ટ પડતો મુક્યો હતો.
માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે અત્યારે મીટિંગ માટે અને અન્ય કામો માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરવાથી ક્લાઈમેટ ચેન્જમાં વધારો થાય છે. કેમ કે પ્રવાસ કરવા માટે વાહન, રહેવા માટે હોટેલ, અન્ય ચીજ વસ્તુઓ પાછળ ખર્ચ અને પ્રદૂષણ ફેલાવો બન્ને સર્જાય. એ સ્થિતિ ટાળવા માટે ફેસબૂક આ મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરે છે. માર્કના કહેવા પ્રમાણે કાલ્પનિક લાગતી આ સ્થિતિ થોડા વર્ષોમાં વાસ્તવિકતા બનશે.
શરીર કણોનું બનેલું છે. એ કણોનું સંપૂર્ણ વિભાજન આવડી જાય, વિભાજીત થયેલા કણોને એક સ્થળેથી બીજા સ્થળે મોકલતા આવડી જાય અને ત્યાં પહોંચાડયા પછી ફરીથી કણોમાંથી શરીર પેદા કરતાં આવડે તો ટેલિપોર્ટેશન શક્ય બને.
ટેલિપોર્ટેશન શક્ય છે?
સૌથી મોટો સવાલ એ છે કે એક સ્થળેથી અદૃશ્ય થઈને આખા શરીરને બીજા સ્થળે ટ્રાન્સફર કરવું શક્ય છે? તેનો જવાબ હા અને ના બન્ને છે. સૈદ્ધાંતિક રીતે તો એવું શક્ય છે, પરંતુ એ માટે ક્વોન્ટમ ટેકનોલોજીમાં મહારત હાંસલ કરવી પડે. પરંતુ આ ટેકનોલોજી હજુ વિજ્ઞાાનીઓ પુરી સમજી શક્યા નથી. ક્વોન્ટમ વર્લ્ડના દરવાજા સંશોધકો માટે પુરાં ખુલ્યાં નથી. એટલે શક્ય બને તો પણ હજુ કેટલાક વર્ષ લાગે. બીજી તરફ અનેક એવી કલ્પનાઓ હકીકતમાં ફેરવાઈ છે, માટે આ કલ્પના પણ હકીકતમાં ફેરવાઈ શકે તેની કોઈ ના કહી ન શકે. ટેલિવિઝ સિરિયલ સ્ટાર ટ્રેકમાં આ પ્રકારે અદૃશ્ય થતાં પાત્રો હાજર છે. તો વળી અનેક વિજ્ઞાાનકથાઓમાં પણ ટેલિપોર્ટેશન પામતા વ્યક્તિની વાતો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31