GSTV
Gujarat Government Advertisement

ઓ બાપ રે/ આ નાના બાળકોને કોરોના થાય તો જવાબદાર કોણ?, કોણ કરી રહ્યું છે આ પરીક્ષાનો આદેશ: એક જ બસમાં 100 બાળકો ભર્યા

Last Updated on March 19, 2021 by

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. રાજ્યના વિવિધ જીલ્લાઓ સહિત નગરોમાં સંક્રમિતોની સંખ્યામાં પણ ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. બીજી તરફ નસવાડી તાલુકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં નસવાડી તાલુકાના લિંડા શાળામાં પરીક્ષા લેવામાં આવી હતી. જો કે પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થી  માટે બસની પૂરતી વ્યવસ્થા ન હોવાથી બાળકો જીવનું જોખમ ખેડીને શાળામાં જવા મજબૂર બન્યા હતા.

બસમાં ખીચો ખીચ ભરીને લઈ જવામાં આવી રહેલા માસૂમ વિદ્યાર્થીઓને કોરોના થશે તો જવાબદાર કોણ

બસમાં ખીચો ખીચ ભરીને લઈ જવામાં આવી રહેલા માસૂમ વિદ્યાર્થીઓને કોરોના થશે તો જવાબદાર કોણ રહેશે તે પણ એક યક્ષ પ્રશ્ન રહેલો છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમા પણ દરેક બસમા  150 થી 200 જેટલા વિદ્યાર્થીઓ બસમાં  મુસાફરી કરતા હાલાકી ભોગવી રહ્યાં છે. અંતરિયાળ વિસ્તારમાંથી બાળકોને શાળા પર લઇ જવા માટે ફક્ત છ બસનો જ ઉપયોગ કરવામાં આવે છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33