Last Updated on April 8, 2021 by
અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસની ભયજનક સ્થિતિ બનતી જતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદ સિવિલમાં આવેલી 1200 બેડની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. શહેરમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ 15થી વધુ એમ્બ્યુલન્સ વેઈટિંગમાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં એમ્બ્યુલન્સને વેઈટિંગમાં ઉભા રહેવુ પડ્યું હોય તેવો વીડિયો વાયરલ બન્યો છે.
એમ્બ્યુલન્સને વેઈટિંગમાં ઉભા રહેવુ પડ્યું હોય તેવો વીડિયો વાયરલ
- અમદાવાદમાં કોરોના વાયરસ ના કેસ સતત વધી રહ્યા છે
- અમદાવાદ સિવિલ ૧૨૦૦ બેડ હોસ્પિટલનો વીડિયો આવ્યો સામે.
- વીડિયો માં ૧૫થી વધુ એમ્બ્યુલન્સ વેટિંગ માં હોય તેવા દૃશ્યો સામે આવ્યા
- એક બાદ એક એમ્બ્યુલન્સ કોરોના દર્દીને લઈ ને હૉસ્પિટલ આવી
- એમ્બ્યુલન્સને વેટીંગમાં ઊભા રહેવું પડ્યું.
- વીડિયો સોશીયલ મીડીયા વાયરલ.
અમદાવાદ શહેરમાં બુધવારે કોરોનાના ફરી એક વખત રેકોર્ડબ્રેક ૮૦૪ કેસ નોંધાયા છે.ઉપરાંત કોરોના સંક્રમિત થવાથી વધુ છ લોકોના મોત થયા છે.શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસની સાથે ગત માર્ચથી અત્યાર સુધીમાં કુલ મળીને કોરોનાના ૭૩૩૨૩ કેસ નોંધાવા પામ્યા છે.શહેરમાં હાલની પરિસ્થિતિમાં એકિટવ કેસની સંખ્યા વધીને ૨૫૮૯ ઉપર પહોંચવા પામી છે.
અમદાવાદ સિવિલ ૧૨૦૦ બેડ હોસ્પિટલનો વીડિયો આવ્યો સામે.
શહેરમાં બુધવારે અત્યાર સુધીના કોરોનાના સૌથી વધુ ૮૦૪ કેસ નોંધાયા છે.બુધવારે છ લોકોના મોત થતા અત્યાર સુધીમાં કોરોનાથી કુલ ૨૩૩૩ લોકોના મરણ થવા પામ્યા છે.શહેરમાં બુધવારે ૪૩૯ દર્દીઓને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ ૬૮૦૪૨ લોકો કોરોના મુકત થયા છે.શહેરમાં એકિટવ કેસની સંખ્યા ૨૫૮૯ નોંધાવા પામી છે.
અમદાવાદ શહેરમાં વકરતી જતી કોરોના સંક્રમણની પરિસ્થિતિની વચ્ચે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ, શહેરમાં આવેલી મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં આવેલા કુલ બેડ પૈકી ૭૮ ટકા બેડ કોરોનાના દર્દીઓથી ભરાઈ ગયા છે.ઉપરાંત દર્દીઓ માટે રાખવામાં આવેલા આઈ.સી.યુ.વીથ વેન્ટિલેટરના બેડ પણ ફૂલ થવા લાગ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31