Last Updated on February 28, 2021 by
ગુજરાત રાજ્યની 81 નગરપાલિકાના 680 વોર્ડમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ છે. તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આજે મતદાનમાં જેમા કુલ 48 લાખ 25 હજાર 778 મતદારો મતદાન કરશે. 81 તાલુકા પંચાયતની કુલ 2 હજાર 720 બેઠક પૈકી 95 બેઠક બિનહરીફ થઈ છે. નગરપાલિકાના 4 હજાર 855 મતદાન કેન્દ્ર પર ઈવીએમની સંખ્યા 6 હજાર 990 છે. જ્યારે ચૂંટણી દરમ્યાન 13 હજાર 678 પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે. તો વળી કોરોનાની મહામારી વચ્ચે મતદાન મથક પર સોશિયલ ડિસ્ટંસની ગાઈડલાઈનની સાથે સાથે હેન્ડ ગ્લોઝ અને સેનેટાઈઝની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
મતદાન મથક પર સોશિયલ ડિસ્ટંસ અને હેન્ડ ગ્લોઝ અને સેનેટાઈઝની પણ વ્યવસ્થા કરવામાં આવી
નગરપાલિકામાં ચૂંટણી | |
વોર્ડની સંખ્યા | 680 |
કુલ બેઠક | 2720 |
બિનહરીફ | 95 |
મતદાર | 4825778 |
ઈવીએમ | 6990 |
મતદાન મથક | 4855 |
સંવેદનશીલ મતદાન મથક | 1400 |
અતિ સંવેદનશીલ મતદાન મથક | ૯૫૯ |
પોલીસ સ્ટાફ | 13678 |
આ તરફ ગાંધીનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કુલ 7 લાખ 15 હજાર 511 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 1 લાખ 38 હજાર 273 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31