Last Updated on March 9, 2021 by
કચ્છ જિલ્લાના ભુજની એક શૈક્ષણિક સંસ્થામાં માસિક ધર્મમાં રહેતી યુવતીઓ સાથે અત્યાચાર અને ભેદભાવના બનાવ અંગે થયેલી જાહેર હિતની અરજીમાં ગુજરાત હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે કે માસિધ ધર્મની પરિસ્થિતિના આધારે કોઇપણ જાહેર, ખાનગી, ધાર્મિક કે શૈક્ષણિક જગ્યા પર મહિલાઓને બાકાત રાખવાની પ્રવૃત્તિ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે. કોર્ટે આ અંગે નોટિસ પાઠવી રાજ્ય અને કેન્દ્ર સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.
કોર્ટે આ અંગે નોટિસ પાઠવી રાજ્ય અને કેન્દ્ર સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો
કોર્ટે આ અંગે નોટિસ પાઠવી રાજ્ય અને કેન્દ્ર સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ જે. વોરાની ખંડપીઠે નોંધ્યું છે કે માસિક ધર્મની પરિસ્થિતિના આધારે મહિલાઓને કોઇપણ સ્થળે બાકાત કરવાની પ્રવૃત્તિ સામે રાજ્ય સરકારે ઝુંબેશ ચલાવવી જોઇએ. જાહેર સ્થળો પર પોસ્ટર દ્વારા તેનો પ્રચાર કરવો જોઇએ તેમજ શાળાઓના અભ્યાસક્રમમાં પણ આ બાબતનો સમાવેશ થવો જોઇએ. મોટાંભાગની કિશોરીઓ અને નાની વયની યુવતીઓ પાસે માસિક ધર્મનું મર્યાદિત જ્ઞાાન હોય છે, કારણ કે તેમની માતાઓ અને આસપાની મોટી ઉંમરની મહિલાઓ આ મુદ્દે ચર્ચા કરવાથી શરમાય છે.’
મોટી ઉંમરની મહિલાઓ આ મુદ્દે ચર્ચા કરવાથી શરમાય છે.’
મોટાંભાગની કિશોરીઓ અને નાની વયની યુવતીઓ પાસે માસિક ધર્મનું મર્યાદિત જ્ઞાાન
માસિક ધર્મને લગતા પરંપરાગત નિષેધો અને સામાજિક પ્રતિબંધોને આગળ ધપાવવા કરતા સામાજિક સ્તરે સ્વાસ્થ્ય ઝુંબેશ ચલાવવામાં આવે તે જરૃરી છે. જો કે કોર્ટે નોંધ્યું છે કે આ નિર્દેશો અને અવલોકનો પ્રથમદર્શયની છે. કોઇ યોગ્ય આદેશો જારી કરતા પહેલાં અમે રાજ્ય અને કેન્દ્ર સરકારનો જવાબ સાંભળવા માગીએ છીએ. અમે ખૂબજ નાજુક મુદ્દાને સંબોધી રહ્યા છીએ, તેથી તમામ પક્ષકારો અને હિતધારકો તેમનો પક્ષ રજૂ કરે અને ચર્ચા થાય તે જરૃરી છે.ટ
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31