Last Updated on March 1, 2021 by
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન પૂર્ણ થયુ છે હવે મત ગણતરીની તૈયારીઓ શરૂ થઇ છે. ઇવીએમની સાચવણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મંગળવારે જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે સવારથી મત ગણતરી થશે.
આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ
પાટણમાં 112 ઇવીએમને સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત બંદોબસ્ત સાથે મુકવામા આવ્યા છે. પ્રાંત અધિકારીએ જણાવ્યું હતુ કે પોસ્ટલ બેલેટની પ્રથમ ગણતરી થશે. ત્યારબાદ ઇવીએમ દ્વારા ગણતરી શરૂ કરવામાં આવશે. પાટણ યુનિવર્સિટીના બીબીએ ભવનમા મતગણતરી રાખવામા આવી છે. જેની તમામ તૈયારીઓ પૂરી થઈ ગઇ છે. બનાસકાંઠાના પાંચ તાલુકા મથક પર મત ગણતરી હાથ ધરાશે. પાલનપુર, ડીસા, ભાભર, થરા અને ધાનેરામાં મત ગણતરી યોજાશે.
સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે આપનો ડેરો
ડીસામાં આપના કાર્યકરોએ સ્ટ્રોંગરૂમની બહાર ડેરો જમાવ્યો છે. મંગળવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે ત્યારે એક દિવસ પહેલા જ આપના કાર્યકરો સ્ટ્રોંગરૂમની બહાર બેસી ગયા છે. ઈવીએમ બદલાઈ જવાની આશંકા સાથે આપના કાર્યકરોએ સ્ટ્રોંગ રૂમ બહાર અડ્ડો જમાવ્યો હતો. રવિવારે ઈવીએમ સ્ટ્રોંગરૂમમા મુકવા બદલ તંત્ર સાથે રકઝક થઇ હતી. ડીસામાં ચૂંટણી બાદ તમામ ઇવીએમ એસસી ડબલ્યુ હાઇસ્કૂલમાં આવેલા સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા છે. જયાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
બનાસકાંઠામાં ચુસ્ત બંદોબસ્ત
બનાસકાંઠાના પાંચ તાલુકા મથક પર મત ગણતરી હાથ ધરાશે. પાલનપુર, ડીસા, ભાભર, થરા અને ધાનેરામાં મત ગણતરી યોજાશે. 11 વોર્ડ માટે 13 ટેબલ પર મત ગણતરી થશે. પાલનપુર પાલિકા માટે વોર્ડ 1 થી 6 અને 7 થી 11 માટે કાઉન્ટીગ હોલ રહેશે. દરેક ટેબલ પર સુપર વાઈઝર, ટેક્નિકલ આસિસ્ટન્ટ અને પટાવાળા હાજર રહેશે. એએસપી, પીઆઈ અને ડીવાયએસપી સહિત પોલીસ કાફલો બંદોબસ્તમાં હાજર રહેશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31