Last Updated on April 5, 2021 by
દેશભરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રવિવારે તો કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 1 લાખથી વધુ કેસ નોંધાયા હતા. વધી રહેલા કેસોને જોતા ઉત્તર પ્રદેશનું વહીવટી તંત્ર હરકતમાં છે. ત્યારે દિલ્હીની બાજુમાં આવેલા નોઈડાની સોસાયટીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવી માર્ગદર્શિકા મુજબ જો એક કરતા વધારે ફ્લોર પર કોરોનાના કેસ નોંધાશે, તો આખી બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવશે. નોઈડાના ગૌતમ બુદ્ધ નગરમાં વધી રહેલા કેસોના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી માર્ગદર્શિકા મુજબ નોઈડામાં મલ્ટીસ્ટોરી બિલ્ડિંગના કોઈ પણ ફ્લોર પર કોરોનાનો એક પણ કેસ આવશે તો તેને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાશે. આ ઉપરાંત જો એક કરતા વધારે ફ્લોર પર કોરોનાના કેસો નોંધાશે તો આખી બિલ્ડિંગને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવશે. જોકે આ વખતે કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેતા લોકોને રાહત મળશે. તે સિવાય કન્ટેન્મેન્ટ ઝોનમાં સીલિંગ નહીં હોય. સાથે જ લોકોની અવર-જવર પર પ્રતિબંધ નહીં હોય.
માસ્ક નહીં હોય તો સોસાયટીમાં નહીં મળે એન્ટ્રી
કોરોનાના વધી રહેલા કેસોને જોતા હવે સેક્ટર અને સોસાયટીઓમાં સાવચેતી વધી રહી છે. સેક્ટર 82 ઉદ્યોગ વિહાર સોસાયટીમાં માસ્ક વગરના લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ગેટ પર સેનિટાઈઝેશનનું કામ પણ શરુ કરી દેવાયું છે. સોસાયટીમાં મોર્નિંગ વોક દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે.
દિલ્હી સરકારે રસીકરણને લઇ લીધો મોટો નિર્ણય
દિલ્હીમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે રસીકરણ વધારવા માટે સોમવારે દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. નિર્ણય મુજબ, 6 એપ્રિલ, મંગળવારથી, દિલ્હી સરકારના એક તૃતીયાંશ રસીકરણ કેન્દ્રો દરરોજ સવારે 9 થી સવારે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આનો અર્થ એ થયો કે મંગળવારથી દિલ્હીમાં 24 કલાક રસી આપવામાં આવશે. હમણાં સુધી, સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી રસી આપવામાં આવી રહી છે.
તે જ સમયે, આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા એ કોરોના રસી ઉપર કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે ભારતે 84 દેશોમાં 6 કરોડ 45 લાખ ડોઝની નિકાસ કરી છે. દેશના લોકોને એટલી રસી નથી આપવામાં આવી જેટલી નિકાસ કરવામાં આવી છે. અન્ય દેશોના લોકોને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનની નજરમાં, ભારતીય નાગરિકોના જીવનની કિંમત શૂન્ય બરાબર છે.
દિલ્હીમાં કોરોના કેસ સતત વધી રહ્યાં છે. રવિવારે, દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 4,033 નવા કેસ નોંધાયા છે. અગાઉ ગયા વર્ષે 4 ડિસેમ્બરે દિલ્હીમાં 4067 નવા કેસ નોંધાયા હતાં. આ પહેલા શુક્રવાર અને શનિવારે દિલ્હીમાં સાડા ત્રણ હજારથી વધુ કેસ નોંધાયા હતા. દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધીમાં 11,081 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, કોરોના ચેપ દર વધીને 4.64 ટકા થયો છે. હમણાં દિલ્હીમાં કોરોનાની ચોથી તરંગ ચાલી રહી છે અને કોરોના ચેપના કિસ્સા દૈનિક રેકોર્ડ બનાવી રહ્યાં છે.
Also Read
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31