Last Updated on March 11, 2021 by
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે નંદિગ્રામમાં ઘાયલ થઇ ગયા. જો કે તેમનો આરોપ છે કે તેણે તેમને ધક્કો મારવામાં આવ્યો છે, તેઓએ તેમને કાવતરું પણ ગણાવ્યું છે. જો કે જે સમયે મમતા નંદીગ્રામમાં ઘાયલ થયા ત્યારે ત્યાં હાજર એક વિદ્યાર્થીએ આ વાતનો ઇન્કાર કર્યો છે. વિદ્યાર્થીનું કહેવું છે કે કોઈએ તેમને ધક્કો માર્યો નથી.
#WATCH West Bengal CM Mamata Banerjee in Nandigram says she has suffered an injury in her leg after few people pushed her when she was near her car pic.twitter.com/D1l00MU7xw
— ANI (@ANI) March 10, 2021
નંદીગ્રામમાં ઘટના સ્થળે હાજર એક વિદ્યાર્થી સુમન મૈતીએ કહ્યું, “જ્યારે સીએમ અહીં આવ્યા ત્યારે તેમની આસપાસ લોકો એકઠા થઈ ગયા હતા. તે સમયે તેમનાં ગળા અને પગમાં ઈજા પહોંચી હતી. તેમને ધક્કો મારવામાં આવ્યો નહોતો. “કાર ધીમે-ધીમે ચાલી રહી હતી.”
#WATCH Eyewitness, a student gives an account of incident that happened in Nandigram which CM Banerjee says was an attack on her
— ANI (@ANI) March 10, 2021
Eyewitness Suman Maity: "When CM came here,public gathered around her,at the time she got hurt in her neck& leg, not pushed,car was moving slowly" pic.twitter.com/Xoe0Nct87p
કોંગ્રેસે તેને મમતાનું નાટક ગણાવ્યું
તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમોએ આરોપ લગાવ્યો છે કે ષડયંત્ર હેઠળ 4-5 લોકોએ તેમના પર હુમલો કર્યો છે. જોકે ભારતીય જનતા પાર્ટી બાદ કોંગ્રેસે પણ તેને સહાનુભૂતિ મેળવવા માટેનું નાટક ગણાવ્યું છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસનાં પ્રમુખ અધિર રંજન ચૌધરીએ કહ્યું છે કે મમતા બેનર્જી પાસે નાટક કરવાની આદત છે. અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, સહાનુભૂતિ મેળવવી એ રાજકીય દંભ છે. તેમણે નંદીગ્રામમાં મુશ્કેલી અનુભવતા ચૂંટણી પહેલા આ ‘નાટક’ની યોજના બનાવી હતી. તે માત્ર મુખ્યમંત્રી જ નહીં, પરંતુ પોલીસ પ્રધાન પણ છે. શું તમે માની શકો છો કે પોલીસ મંત્રી સાથે કોઈ પોલીસ કર્મી નહોતો?”
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31