GSTV
Gujarat Government Advertisement

વાહનચાલકો માટે ખુશખબર : એક વર્ષમાં બંધ થઈ થશે તમામ ટોલનાકા : હાઇવે પર લગાવાશે GPS ટ્રેકર

Last Updated on March 18, 2021 by

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે લોકસભામાં મોટી જાહેરાત કરી છે. નીતિન ગડકરીએ જાહેરાત કરતા કહ્યું છે કે સરકાર આગામી એક વર્ષમાં તમામ ટોલપ્લાઝા ખતમ કરવાની યોજના પર કામ કરી રહી છે. આવનાર સમયમાં ટેક્નોલોજીની મદદથી લોકોએ એટલો જ ટોલ ચૂકવવો પડશે જેટલું તેઓ હાઇવે પર મુસાફરી કરશે. અમરોહાથી બસપા સાંસદ કુંવર ડેનિશ અલીએ ગાઢ મુક્તેશ્વર પાસેના રસ્તા પર નગર નિગમની સરહદ પાસે ટોલ પ્લાઝા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

  • સરકાર એવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે જેમાં તમે જ્યાંથી હાઈવે પર ચઢશો ત્યાંથી જીપીએસની મદદથી કેમેરા તમારો ફોટો લેશે અને જ્યાંથી ઉતરશો ત્યાં ફોટો લેશે
  • આમ એટલા અંતરનો જ ટોલ ચુકવવો પડશે. 
નીતિન ગડકરી

આ સવાલનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ગત સરકારે માર્ગ પરિયોજનાઓ ઠેકાઓમાં થોડી વધુ મલાઈ ખાવા માટે આવા અનેક ટોલ પ્લાઝા બનાવતી ગઈ છે. જે નગર સીમા પર છે. તે ચોક્કસ ખોટું છે અને અન્યાયી છે.

નીતિન ગડકરીએ કહ્યું કે હવે જો આ ટોલ પ્લાઝા હટાવવા જઈશું તો રોડ રસ્તો બનાવનાર કંપની વળતર માંગશે. પરંતુ, સરકારે આગામી એક વર્ષમાં દેશમાંથી તમામ ટોલ ખતમ કરી દેવાની યોજના બનાવી છે.

ટોલ

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ટોલ ખતમ કરવાનો અર્થ ટોલ પ્લાઝા ખતમ કરવાનો છે. હવે સરકાર એવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે જેમાં તમે હાઇવે પર જ્યાંથી પણ ચઢશો, ત્યાંથી જ તમારા જીપીએસની મદદથી કેમેરા તમારો ફોટો પાડશે અને જ્યાંથી પણ તમે હાઇવે પર થી ઉતારશો ત્યાંનો ફોટો પાડશે અને આટલા અંતરનો જ ટોલ આપવો પડશે.

Fastag એટલે શું?

ફાસ્ટેગ એ ઇલેક્ટ્રોનિક ટોલ સંગ્રહ કરવાની તકનીક છે. તે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઈડી) નો ઉપયોગ કરે છે. આ ટેગને વાહનની વિન્ડસ્ક્રીન પર લગાવવામાં આવે છે. FASTagએ એક ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સીસ્ટમ છે. જે ભારત ની સરકારી સંસ્થા નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા ચલાવવામાં આવે છે. આ એક RFID (રેડીયો ફ્રિક્વન્સી આઇડેંટીફીકેશન)ઉપર ચાલતી ટેક્નોલૉજી છે. આ ટેક્નોલૉજી ની મદદ થી તમારે ટોલ બૂથ ઉપર કેશ કે કાર્ડ ને વાપરવાની જરૂર રેહતી નથી. ટોલ ટેક્સ સીધા તમારા ખાતા માથી કપાઈ જાઈ છે. અને આ માટે તમારે તમારી કાર ને ટોલ બુથ ની લાંબી લાઇન માં ઉભવાની કોઈ જરૂર નથી. તમારી કાર ઉપર એક સ્ટિકર હોય જેમાં RFID ચિપ લાગેલું હોય છે. જે ટોલ બુથ ના સંપર્ક માં આવતા આ સીસ્ટમ એક્ટિવેટ થઈ જાય છે

ઉલ્લેખનીય છે કે ટોલ પ્લાઝાને કારણે સતત લાગતા ટ્રાફિક જામ અને મુસાફરોને થતી હેરાનગતિનો મુદ્દો પણ ઘણા લાંબા સમયથી ઉઠતો આવ્યો છે, હાલ કેન્દ્ર સરકાર તમામ નેશનલ હાઇવે પર ફાસ્ટેગની સુવિધા લાગુ કરવામાં આવી છે. જેના કારણે ઓટોમેટિક રીતેલાઈનમાં ઉભા રહ્યા વગર ટોલ ભરીને ટોલપ્લાઝા પરથી પસાર થઇ શકાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33