Last Updated on February 25, 2021 by
ભાગેડૂ હીરા વેપારી અને પંજાબ નેશનલ બેંક સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરનારા નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણ પર બ્રિટેનની અદાલતે ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યુ હતું કે, ભાગેડૂ વેપારીને ભારતને સોંપવામાં આવશે. બ્રિટેનના પ્રત્યાર્પણ કોર્ટમાં સુનાવણી દરમિયાન જજે કહ્યુ હતું કે, નીરવ મોદી વિરુદ્ધ ભારતમાં એક મામલો નોંધાયો છે. જેના પર ભારતને જવાબ આપવાનો છે. જજે કહ્યુ હતું કે, ભાગેડૂ વેપારીના સબૂતો નષ્ટ કરવા અને સબૂતો ધમકાવાનો પ્રયાસ કર્યો હતો. સુનાવણી દરમિયાન જજે કહ્યુ હતું કે, જો નીરવ મોદીને ભારતને સોંપવામાં આવશે, તો તેને ન્યાયથી વંચિત રાખવામાં આવશે નહીં.
હાલ ક્યાં છે નિરવ મોદી
હાલ નિરવ મોદી લંડનની વેન્ડ્સવર્થ જેલમાં છે. પ્રત્યપર્ણ મામલે તે પણ વીડિયો લીંક દ્વારા કોર્ટમાં હાજર રહ્યાં હતા. પીએનબી છેતરપિંડી મામલે તપાસ કરી રહી છે. ભારતીય તપાસ એજન્સી અને સીબીઆઇના આગ્રહ બાદ 19 માર્ચ 2019થી મોદી લંડનની આ જેલમાં છે.
UK extradition judge orders Nirav Modi to be extradited to India to stand trial pic.twitter.com/vsvy4wMqqk
— ANI (@ANI) February 25, 2021
ભારત પ્રત્યાર્પણના હુકમને નીરવ મોદી એ પડકાર્યો હતો
ભારત સાથેના પ્રત્યાર્પણના હુકમ સામે UK ની કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. નીરવ મોદી હાલમાં સાઉથ વેસ્ટ લંડન ની જેલમાં બંધ છે. આ કેસ ભારતની બે ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI અને વિજિલન્સ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. આરોપ છે કે ભારતીય બેંકની બનાવટી સંમતિ બતાવીને નીરવ મોદી એ બેંકો પાસેથી લોન લીધી હતી અને પૈસાની હેરાફેરી કરી હતી.
પીએનબી કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ હાથ ધરવામાં આવતા જ 2018ના જાન્યુઆરીમાં નીરવ મોદી પત્ની સાથે દેશ છોડીને ભાગી ગયો હતી. 2019ના માર્ચમાં નીરવ મોદીની લંડનમાં સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી. ગત વર્ષે તેને આર્થિક ભાગેડુ ગુનેગાર જાહેર કરાયો હતો.
બ્રિટનની કોર્ટે આ વાતને પણ નકારી દીધી છે કે, નીરવ મોદીની માનસિક સ્થિતિ અને સ્વાસ્થ્યને પ્રત્યાર્પણ માટે ફિટ નથી. કોર્ટે આર્થર રોડના બેરેક 12માં નીરવ મોદીને રાખવા અંગે આપવામાં આવેલા આશ્વાસનોને પણ સંતોષકારક ગણાવ્યો હતો. કોર્ટે કહ્યું કે, તેને મુંબઈના આર્થર રોડ જેલના બેરેક 12માં જ રાખવામાં આવશે. તેને ભોજન, સ્વચ્છ પાણી, સ્વસ્છ ટોઈલેટ, બેડની સુવિધા આપવામાં આવશે, મુંબઈ સેન્ટ્રલ જેલના ડોક્ટરો પણ નીરવ માટે ઉપલબ્ધ રહે.
બ્રિટેનની પ્રત્યાર્પણ કોર્ટમાં સુનવણી દરમિયાન જજે કહ્યું કે, નિરવ મોદીની વિરુદ્ધ ભારતમાં આવા અપરાધમાં ગુનેગારને માનસિક તણાવ થાય
એક કેસ નોંધાયેલ છે. જેના પર તેમના વિરુદ્ધ સુનાવણી થવાની છે. તેમણે કહ્યું કે અપરાધી સબૂતોને નષ્ટ કરવા અને મામલામાં ગવાહી આપનારાઓને ધમકાવવાનું કાવતરું ઘડ્યું. સુનવણી દરમિયાન નિરવના વકીલે તેની માનસિક હાલતનો હવાલો આપ્યો હતો. આ પર જજે કહ્યું કે નીરવ કોઈ પણ રીતે માનસિક રીતે બીમાર નથઈ. આ રીતના ગુન્હામાં અપરાધીને માનસિક તણાવ થાય છે.
આર્થર રોડ જેલની બેરેક 12 નીરવ માટે બિલકુલ પરફેક્ટ : જજ
સુનાવણી દરમ્યાન જજે જણાવ્યું કે, ‘જો નીરવ મોદીને ભારતમાં પ્રત્યર્પિત કરવામાં આવે તો તે ન્યાયથી વંચિત નહીં રહે.’ વધુમાં જણાવ્યું કે, ‘મુંબઇની આર્થર રોડ જેલમાં બેરેક 12 નીરવ માટે બિલકુલ ફીટ બેસે છે. જ્યારે નીરવ મોદીના વકીલે દલીલ કરતા જણાવ્યું કે, કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદના મામલાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જજે આ દલીલને ખારીજ કરતા જણાવ્યું કે, આરોપીના મામલામાં આવું નથી થયું.
ભારત મોકલવા પર જેલમાં આત્મહત્યા કરવાનો કોઇ જ ખતરો નહીં : જજ
નીરવના વકીલની વારંવાર માનસિક હાલતની દલીલ આપવા પર જજે જણાવ્યું કે, ‘મુંબઇ સ્થિત આર્થર રોડ જેલમાં PNB બેંકના ગોટાળાના આરોપીને ઉત્તમ મેડિકલ ટ્રીટમેન્ટ અને માનસિક સ્વાસ્થ્ય દેખભાળ આપવામાં આવશે. ભારત મોકલવા પર જેલમાં તેની આત્મહત્યા કરવાનો કોઇ જ ખતરો નથી. તેને જેલમાં ઉત્તમ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31