GSTV
Gujarat Government Advertisement

કોરોના બેકાબૂ બનતાં મહારાષ્ટ્રમાં રવિવારથી લાગુ થશે નાઈટ કરફ્યુ, સીએમ ઉદ્ધવ ઠાકરેએ ટોપ લેવલની બેઠક બાદ લીધો નિર્ણય

Last Updated on March 26, 2021 by

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બની જતાં ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં રવિવારથી નાઇટ કરફ્યુનો આદેશ કર્યો છે. દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ હાલત છે. દરરોજ 32થી 25 હજાર કેસો નોંધાઈ રહ્યો છે. મુંબઈથી લઇને પુના સુધી કોરોનામાં મહામારી અટકી રહી નથી. દેશમાં કોરોનાનું આગમન થયું ત્યારથી કોરોના સંક્રમણના મામલે મહારાષ્ટ્ર મોખરે રહ્યું છે. આ સ્થિતિમાં એક વર્ષ પછી પણ કોઈ મોટો ફેરફાર થયો નથી. હજી પણ કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં જ આવી રહ્યા છે. આ સંજોગોમાં હવે રાજ્ય સરકારને ના છુટકે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવા માટે ધમકી આપવી પડી છે અને આજે રવિવારથી નાઈટ કરફ્યુંનો આદેશ કર્યો છે.

કોરોના

લોકડાઉન લગાવવા માંગતા નથી : સીએમ

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે એક ટોપ લેવલની બેઠકમાં કહ્યું હતું કે લોકડાઉન લગાવવાની કોઈ ઇચ્છા નથી, પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં આરોગ્યની સેવાઓની કોઈ અછત શરૂ ન થાય તે માટે નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આ સાથે, તમામ અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ સમય સમય પર રાજ્ય સરકારને આરોગ્ય સેવાઓ સંબંધિત માહિતી આપતા રહેવું જોઈએ. કરફ્યુંના સમયમાં મોલ પણ રાત્રે 8 વાગ્યા બાદ બંધ રહેશે. જિલ્લા કલેક્ટરો સાથે થયેલી બેઠકમાં આરોગ્યમંત્રી પણ હાજર રહ્યાં હતા.

મહારાષ્ટ્રમાં કોરોનાના ફફડાટ વચ્ચે ઉપમુખ્યમંત્રી અજિત પવારનું પણ આજે સૌથી મોટુ નિવેદન આવ્યું હતું. અજિત પવારે કહ્યું છે કે લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન ન કર્યું તો સરકાર ફરી લોકડાઉન લગાવી શકે છે. સરકાર 2 એપ્રિલ સુધી આ મામલાઓ પર નજર રાખી રહી છે. જો કોરોના કાબૂમાં ના આવ્યો તો સરકાર પાસે લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી. મહારાષ્ટ્રમાં હાલમાં નવી ગાઈડલાઈનનું એલાન કરાયું છે. જેમાં મોલ, માર્કેટ અને સિનેમા હોલમાં 50 ટકા ટકાની છૂટ છે.

લગ્નમાં પણ 50થી વધારે લોકોને છૂટ નથી. અંતિમ સંસ્કારમાં પણ 20 લોકોને હાજર રહેવાની છૂટછાટ અપાઈ છે. આ તમામ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની જવાબદારી લોકોની છે. અજિત પવારે વધુમાં એમ પણ જણાવ્યું છે કે મેડિકલ સ્ટાફ અને અન્ય અધિકારીઓએ પણ કોરોનાના કેસો વધે તો લોકડાઉન લાગુ કરવાની સલાહ આપી છે. આ મામલે શુક્રવારે નિર્ણય લેવાશે. આ પહેલાં પણ જો સ્થિતિ બગડી તો લોકડાઉન લગાવી શકાય છે.

કોરોના

મહારાષ્ટ્રમા કોરોના વાયરસથી સંક્રમિત દરદીઓની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉછાળો આવી રહ્યો હોવાથી રાજ્યના અનેક જિલ્લામાં કોરોનાની બીજી લહેર રોકવા માટે લોકડાઉન લાગુ કરાઇ રહ્યું છે. મરાઠાવાડાના નાંદેડમાં ૨૫ માર્ચથી ચાર એપ્રિલ વચ્ચે કડક લોકડાઉન લાગુ કરાયું છે. બીડમાં ૨૬ માર્ચથી ચાર એપ્રિલ વચ્ચે જ્યારે પરભણીમાં ૨૪ માર્ચથી પહેલી એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરાયું છે.

ઔરંગાબાદમા રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ તેમજ શનિવાર રવિવારે લોકડાઉન જાહેર કરાયું છે. લાતુરમાં રાત્રે આઠથી સવારે પાંચ વાગ્યા વચ્ચે કડક લોકડાઉન જાહેર કરાયું છે. જાલનામાં સવારે ૯થી સાંજે સાત વચ્ચે જ બજાર ખોલવાની પરવાનગી અપાઇ છે. ઉસ્માનાબાદમાં રાત્રે કર્ફ્યુ લાગુ કરાયો છે. સાંજે સાતથી સવારે પાંચ વાગ્યા સુધી તેમજ દરેક રવિવારે કર્ફ્યુ લાગુ કરાયો છે. હિંગોલીમાં પણ સાંજે સાતથી સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યુની ઘોષણા કરાઇ છે. આ બધા આદેશોને જોતા હવે અહીંના લોકોમાં ફરી ૨૦૨૦ જેવા લોકડાઉનનું પુનરાવર્તન થશે કે કેમ તેવી ભીતિ નિર્માણ થઇ છે.

કોરોના

મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૩૫,૯૫૨ કોરોનાના નવા કેસ નોંધાયા છે. જ્યારે ૨૦,૪૪૪ સાજા થયા છે. ૨૪ કલાકમાં ૧૧૧ દર્દીઓએ પ્રાણ ગુમાવ્યા છે. તેની સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા ૨૬,૦૦,૮૩૩ થઈ છે જેમાંથી ૨૨,૮૬,૦૩૭ સાજા થયા છે જ્યારે ૫૩૭૯૫ના મૃત્યુ નિપજ્યા છે. હાલ રાજ્યમાં ૨,૬૨,૬૮૫ એકટીવ કેસ છે.

આર્થિક રાજધાની મુંબઈના છેલ્લા ૨૪ કલાકમાં ૫,૫૦૪ નવા કોરોનાના કેસ નોંધ્યા હતા. જ્યારે ૨,૨૮૧ વ્યક્તિઓ સાજા થયા હતા અને ૧૪ના મૃત્યુ નિપજ્યા હતા. તેની સાથે જ મુંબઈમાં અત્યાર સુધીમા કોરોના પોઝિટિવ થયેલા દરદીઓની કુલ સંખ્યા ૩,૮૦,૧૪૬ થઈ છે જેમાંથી ૩,૩૫,૦૬૩ સાજા થયા છે જ્યારે ૧૧,૬૨૩ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે. મહારાષ્ટ્રનો પોઝિટિવીટી રેટ ઘટીને ૧૩.૭૮ ટકા થયો છે જ્યારે મૃત્યુ દર ૨.૦૭ ટકા થયો છે. રાજ્યનો રિકવરી રેટ ઘટીને ૮૭.૭૮ ટકા થયો છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33