GSTV
Gujarat Government Advertisement

4 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ : એસટી બસ પરિવહન પર વ્યાપક અસર, ભાવનગરની 6 બસ કેન્સલ

Last Updated on March 18, 2021 by

રાજ્યમાં કોરોનાની મહામારીએ ફરી હાહાકાર મચાવ્યો છે. જેના કારણે ચાર મહાનગરોમાં આજથી રાત્રિ કરફ્યૂની અમલવારી શરૂ થઈ જતાં તેની અસર એસ.ટી.ની બસોના સંચાલનમાં પડી છે. ચાર શહેરમાં રાત્રિ કરફ્યૂ મુકાઈ જતાં ભાવનગર એસ.ટી. વિભાગની ૬ બસ કેન્સલ કરવી પડી છે. જ્યારે ચાર બસના સમયમાં તાત્કાલિક અસરથી ફેરફાર કરવો પડયો છે.

અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના ચાર મહાનગરોમાં કોરોનાના ચિંતાજનક રીતે કેસ વધી રહ્યા છે. જેના કારણે કોર કમિટીએ આ ચારેય શહેરોમાં રાત્રિના ૧૦ થી સવારના ૬ વાગ્યા સુધી કરફ્યૂ લાદવા માટે નિર્ણય કર્યો છે. ચાર મહાનગરમાં રાત્રિ કરફ્યૂને કારણે વાહનોની અવર-જવર પર બ્રેક લાગી જતાં એસ.ટી. નિગમે પણ રાત્રિ કરફ્યૂવાળા શહેરો અને આ શહેરોને જોડતા અન્ય રૂટોને કેન્સલ, સમયમાં ફેરફાર અને બાયપાસ રોડથી બસ ચલાવવાનો નિર્ણય કર્યો છે.

મહાનગરો

જેમાં ભાવનગર વિભાગે પણ કૃષ્ણનગર, મણીનગર, સુરત, અમદાવાદ, માંડવી, જામનગર, દ્વારકા, ધુમકા વગેરે રૂટની ટ્રીમાં ફેરફાર કરી અમલવારી શરૂ કરી દીધી છે. ચાર બસમાં અડધી કલાકથી સવા ત્રણ કલાકનો સમય બદલવામાં આવ્યો છે. જેમાં ગારિયાધાર ડેપોની ગારિયાધાર-કૃષ્ણનગર બસ જે નિયમીત પણે સાંજે ચાર કલાકે ઉપડતી હતી. તેનો સમયમાં ફેરફાર કરી બપોરે ૨-૩૦ કલાકનો કરાયો છે. તેવી જ રીતે પાલિતાણા ડેપોની પાલિતાણા તળેટી-મણીનગર બસ સાંજે ૪-૪૫ કલાકના બદલે ૪-૧૫ કલાકે ઉપડશે.

મહુવા ડેપોની સુરત-મહુવા બસ સવારે ૫-૩૦ કલાકના બદલે સવારે ૭ કલાકે તેમજ તળાજા ડેપોમાંથી ઉપઢતી તળાજા-સુરત બસ સાંજે ૫-૪૫ કલાકના બદલે રાત્રિના ૯ કલાકે ઉપડશે. જ્યારે મહુવા, ભાવનગર ડેપોમાંથી ઉપડતી મોડી સાંજથી રાત્રિ સુધીની ૬ બસને કેન્સલ કરાઈ છે. તો ભાવનગર, ગારિયાધાર અને પાલિતાણા ડેપોની ૬ બસને રાજકોટ અને વડોદરાથી બાયપાસ દોડાવવામાં આવશે તેમ ભાવનગર એસ.ટી.ના વિભાગીય નિયામક પી.એમ.પટેલે માહિતી આપી હતી.

આ રૂટને કેન્સલ કરવામાં આવ્યા

ભાવનગર એસ.ટી. દ્વારા ચાર શહેરમાં નાઈટ કરફ્યૂને કારણે મહુવા ડેપોમાંથી બપોરે ૨-૧૫ કલાકે ઉપડતી મહુવા-કૃષ્ણનગર, રાત્રિના ૧૦ કલાકની કૃષ્ણનગર-મહુવા, ભાવનગર ડેપોમાંથી સાંજે ૬ અને ૭ કલાકે ઉપડતી ભાવનગર-અમદાવાદ, રાત્રે ૧૧ અને  રાત્રે ૧૧-૫૫ કલાકે અમદાવાદ-ભાવનગર રૂટની બસને કેન્સલ કરી દેવામાં આવી છે.

ત્રણ ડેપોની 6 બસ બાયપાસ દોડશે

રાત્રિ કરફ્યૂને કારણે એસ.ટી.ની બસો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરમાં રાત્રિના ૧૦ કલાક પછી પ્રવેશી શકશે નહીં. તેથી ભાવનગર ડિવિઝનના ત્રણ ડેપોની છ બસ બાયપાસ ચલાવવામાં આવશે. જેમાં રાત્રિની ૧૦ કલાકની ભાવનગર-માતાના મઢ, સાંજના ૬ કલાકની ભાવનગર-માંડવી, સાંજે ૭-૧૫ કલાકની ભાવનગર-જામનગર અને રાત્રિના ૧૨-૩૦ કલાકની ભાવનગર-દ્વારકા બસ રાજકોટ શહેરના બદલે બાયપાસ કરી દેવાશે. આ ઉપરાંત ગારિયાધાર એસ.ટી. ડેપોમાંથી સાંજે ૪ કલાકે ઉપડતી ગારિયાધાર-ધુમકા અને પાલિતાણા ડેપોમાંથી સાંજે ૭ કલાકે ઉપડતી પાલિતાણા-સુરત રૂટની બસ વડોદરા બાયપાસ ચલાવાશે તેમ એસ.ટી.ના સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33