GSTV
Gujarat Government Advertisement

ગુજરાતીઓ હજુ વધુ રાખવી પડશે સાવચેતી! કોરોના વકરતાં સરકારનો નિર્ણય, ગુજરાતના ચાર શહેરોમાં રાત્રે 10થી 6 સુધી કરફ્યૂ

Last Updated on March 17, 2021 by

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી,દાંડીયાત્રા,ટી- ટ્વેન્ટી મેચ બાદ કોરોનાના કેસો વધ્યાં છે ત્યારે હવે રાજ્ય સરકારને આત્મજ્ઞાાન લાદ્યુ છે. રાજ્ય સરકારે અમદાવાદ સહિત ચારેય મહાનગરોમાં રાત્રિ કરફ્યૂની સમય મર્યાદામાં બે કલાકનો વધારો કર્યો છે.  ચારેય શહેરોમાં રાત્રિ કરફ્યૂનો સમય રાત્રિના 10થી 6 વાગ્યા સુધી રહેશે. આ રાત્રિ કરફ્યૂ તા.31મી માર્ચ સુધી અમલમાં રહેશે. 

ચારેય શહેરોમાં રાત્રિ કરફ્યૂનો સમય રાત્રિના 10થી 6 વાગ્યા સુધી રહે

છેલ્લાં પંદરેક દિવસથી અમદાવાદમાં જ નહી, સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસોમાં નોધપાત્ર વધારો નોંધાયો છે. મંગળવારે ગુજરાતમાં કોરોનાના કેસોનો આંકડો 954 સુધી પહોંચ્યો હતો.  અમદાવાદ અને સુરત શહેરમાં તો કોરોનાના કેસોનો આંક 200 પહોંચવાને આરે છે. આ સંજોગોમાં ચારેય મહાનગરોમાં રાત્રિ કરફ્યૂને લઇને કોર કમિટીએ સ્થિતીની સમિક્ષા કરી હતી અને નિર્ણય લીધો હતોકે, અમદાવાદ સહિતના ચારેય મહાનગરોમાં રાત્રિ કરફ્યૂનો સમય રાત્રિના 10 વાગ્યાથી માંડીને સવારના 6 વાગ્યા સુધી રહેશે. પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં કોરોનાના નિયમોને કોરાણે મૂકાયા હતાં. 

10 વાગ્યાથી માંડીને સવારના 6 વાગ્યા સુધી રહેશે

રાજકીય નેતાઓ-કાર્યકરો બિન્દાસ બનીને પ્રચારમાં મશગૂલ બન્યા હતાં. આ જ પ્રમાણે, અમદાવાદ શહેરમાં દાંડીયાત્રાનુય આયોજન કરાયુ હતુ. અમદાવાદમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટી-ટવેન્ટી મેચ રમાઇ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 65 હજાર દર્શકોએ મેચનો આનંદ માણ્યો હતો તે વખતે ય કોરોનાના નિયમોનો છડેચોક ભંગ કરાયો હતો. આ પરિસ્થિતી બાદ જયારે કોરોનાના કેસો વધ્યા હતાં અને સ્થિતી કાબુ બહાર બને તેવી સ્થિતી સર્જાય તેવી ભિતીને પગલે ગુજરાત ક્રિકેટ એસોસિએશને દર્શકો વિના મેચ રમાડવા નિર્ણય કર્યો હતો.

વિસ્તારોમાં ખાણીપીણીના બજારો ,ચાની લારી,પાનના ગલ્લા બંધ કરાવવા નક્કી કર્યુ

કોરોના વકર્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ગોતા, થલતેજ, બોડકદેવ, નવરંગપુરા, માણેકચોક, રાયપુર સહિતના વિસ્તારોમાં ખાણીપીણીના બજારો ,ચાની લારી,પાનના ગલ્લા બંધ કરાવવા નક્કી કર્યુ છે. આવતીકાલ તા.17મી રાત્રે 10 વાગ્યાથી રાત્રિ કરફયૂનો અમલ થઇ રહ્યો છે ત્યારે એસટી બસો પણ શહેરોમાં 10 વાગ્યા પછી પ્રવેશ નહી કરે. અમદાવાદ પોલીસ કમિશ્નરે રાત્રિ કરફયૂને લઇને જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે. આમ, કોરાનાની સ્થિતી ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ સરકારે રાત્રિ કરફ્યૂની સમય અવધિમાં વધારો કર્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33