GSTV
Gujarat Government Advertisement

એન્ટીલિયા કેસ: મીઠી નદીમાંથી NIAએ હાથ લાગ્યા મહત્વના પુરાવા, સચિન વાઝેની મુશ્કેલીઓ વધશે

Last Updated on March 28, 2021 by

એંટીલિયા કેસમાં આજે તપાસ અંતર્ગત રવિવારે સચિન વાઝેને લઈને મીઠી નદી પર પહોંચ્યા હતા. એનઆઈએને નદીમાંથી એક નંબર પ્લેટ અને ડીવીઆર સહિત કેટલાય સબૂતો મળ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે, ડીવીઆરને નષ્ટ કરી નદીમાં ફેંકી દેવામાં આવ્યુ હતું. નદીમાંથી બે સીપીયુ અને એક હાર્ડ ડિસ્ક મળી આવ્યા છે. બે નંબર પ્લેટ પણ હાથ લાગી છે. બંને પર એક જ નંબર લખ્યા છે.

એનઆઈએને નદીમાંથી શું હાથ લાગ્યું ?


હાર્ડ ડિસ્ક
બે સીપીયુ
નંબર પ્લેટ
એક પ્રિન્ટર
એક લેપટોપ

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, સતત મળી રહેલી માહિતી બાદ તપાસ એજન્સીએ પાણીમાં તરવૈયાઓએ મોકલ્યા હતા. તપાસ એજન્સીનું માનવું છે કે, આ તમામ વસ્તુઓ એંટીલિયા અને મનસુખ હિરેન કેસ સાથે જોડાયેલી છે.

3 એપ્રિલ સુધી એનઆઈએની ધરપકડમાં છે સચિન વાઝે

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની પાસે એક ગાડીમાં જિલેટિનની સ્ટિક મળી આવી હતી. જે મામલે સચિન વાઝેની ધરપકડ કરી 3 એપ્રિલ સુધી એનઆઈએની કસ્ટડી મોકલી આપવામાં આવ્યા છે. પહેલા 25 માર્ચ સુધી એનઆઈએની ધરપકડમાં મોકલવામાં આવ્યો હતો, ત્યાર બાદ તારિખ લંબાવીને 3 એપ્રિલ સુધી કરી દેવામાં આવી છે. એનઆઈએ સચિન વાઝેને 13 માર્ચના રોજ ધરપકડ કર્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33