Last Updated on February 28, 2021 by
સામાન્ય રીતે ભારતમાં સરકારી પ્રોજેક્ટ ગોકળગાયની ગતિથી ચાલતા હોય છે પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હાઈવે નિર્માણમાં છેલ્લા કેટલાક વર્ષોથી નોંધપાત્ર ઝડપ દાખવી છે. તેમાં પણ 18 જ કલાકમાં 25.54 કિલોમીટરનો રોડ બનાવીને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ઈતિહાસની સાથે સાથે વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો છે.
वर्तमान में सोलापुर-विजापुर राजमार्ग के 110 किमी का कार्य प्रगति पर है जो अक्टूबर 2021 तक पूरा हो जाएगा। pic.twitter.com/VrI5J6ZkOS
— Nitin Gadkari (@nitin_gadkari) February 26, 2021
નેશનલ હાઈવે 52 પર વિજા પુર અને સોલાપુર વચ્ચે ફોર લેન હાઈવે તૈયાર
નેશનલ હાઈવે 52 પર વિજા પુર અને સોલાપુર વચ્ચે ફોર લેન હાઈવે તૈયાર થઈ રહ્યો છે. તેની એક લેનના નિર્માણમાં આ રેકોર્ડ સર્જાયો હતો. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, 500 કર્મચારીઓની મદદથી આ સિધ્ધિ પ્રાપ્ત થઈ છે અને જે લોકોએ આ માટે મહેનત કરી છે તેમને અભિનંદન. સોલાપુર અને વિજાપુર વચ્ચેનો 110 કિલોમીટરનો આ હાઈવે ઓક્ટોબર 2021 સુધીમાં બનીને તૈયાર થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, આ હાઈવે બેંગલોર-વિજયપુરા-ઔરંગાબાદ-ગ્વાલિયર કોરિડોરનો એક હિસ્સો છે. આ પહેલા ફેબ્રુઆરી મહિનાના પ્રારંભમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા 24 કલાકમાં હાઈવે પર સૌથી વધારે કોંક્રિટ પાથરવાનો એક વધુ વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો હતો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31