GSTV
Gujarat Government Advertisement

શોભાના ગાંઠિયા જેવી બની અત્યાધુનિક સુવિધાથી સજ્જ ન્યૂ કિડની હોસ્પિટલ, હાલમાં છે સદંતર રીતે બંધ

Last Updated on April 1, 2021 by

અમદાવાદ શહેરમાં સિવિલ હોસ્પિટલ પાસે આવેલી ન્યૂ કિડની હોસ્પિટલમાં તમામ સુવિધાઓ હોવા છતાં શોભાના ગાંઠીયા સમાન બની રહી છે.. મંજૂ શ્રી મિલમાં બનાવવામાં આવેલી ન્યૂ કિડની હોસ્પિટલમાં 900 બેડની વ્યવસ્થા છે.આ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા 900 બેડની કિડની હોસ્પિટલ ને કોવીડ માટે શરૂ કરવામાં આવી હતી.

900 બેડની કિડની હોસ્પિટલ ને કોવીડ માટે શરૂ કરવામાં આવી

હોસ્પિટલ

શોભાના ગાંઠિયા જેવી બની ન્યૂ કિડની હોસ્પિટલ

પરંતુ આજે તે બંધ હાલતમાં છે..એક તરફ 1200 બેડની  કોવિડ હોસ્પિટલમાં ફૂલ થવાની તૈયારીમાં છે.ત્યરે આ હોસ્પિટલ ચાલુ કરાય તો દર્દીઓને મોટો ફાયદો થઈ શકે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના રોજ નવા ૬૦૦ ઉપરાંત કેસ નોંધાઈ રહ્યા છે.સતત વધી રહેલાં કોરોનાના કેસને પગલે શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલોના ૫૪ ટકા બેડ કોરોનાના દર્દીઓથી ભરાઈ જવા પામ્યા છે.કુલ ૨,૯૬૬ બેડ પૈકી ૧૬૦૬ બેડ પર કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.હવે ૧૩૬૦ બેડ ઉપલબ્ધ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33