Last Updated on April 8, 2021 by
ન્યૂઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ને ગુરૂવારે હંગામી ધોરણ ભારતથી આવતા તમામ મુસાફરો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ન્યૂઝીલેન્ડે 28 એપ્રિલ સુધી તમામ યાત્રિઓના પ્રવેશ પર રોક લગાવી દીધી છે. ન્યૂઝિલેન્ડે આ નિર્ણય ત્યારે લીધો છે. જ્યારે દેશમાં સંક્રમણના કેસો 1 લાખથી વધારે આવવા લાગ્યા છે.
New Zealand PM Jacinda Ardern temporarily suspends entry for all travellers from India, including its own citizens, following a high number of positive #COVID19 cases arriving from there. The suspension starts on April 11 and will be in place until April 28: Reuters pic.twitter.com/MCNUdLZTNs
— ANI (@ANI) April 8, 2021
આપને જણાવી દઈએ કે, કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે દુનિયામાં ભારતનો ત્રીજો નંબર છે. દુનિયામાં દરરોજ સૌથી વધારે કેસ મામલે ભારત મોખરે છે. રિકવરી દુનિયામાં અમેરિકા બાદ સૌથી વધારે ભારતમાં થઈ છે. મોતના મામલે અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો બાદ ભારતનો નંબર આવે છે.
રસી આપવામાં ભારત વિશ્વમાં સૌથી મોખરે
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 33 લાખથી વધારે લોકોને છેલ્લા 24 કલાકમાં રસી આપવામાં આવી છે. આજે દુનિયામાં રસી આપવાના મામલે ભારતમાં આગળ છે. અત્યાર સુધીમાં દેશમાં 8.70 કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી છે. તેમાંથી સર્વાધિક પાંચ કરોડથી વધારે લોકોની ઉંમર 45 અથવા તેનાથી વધારે છે. આ લોકોને ગત 1 માર્ચથી રસી આપવાનું શરૂ થયુ છે.
અન્ય દેશોની આવી છે સ્થિતી
આપને જણાવી દઈએ કે, અમેરિકામાં સરેરાશ 30.53 લાખ, ઈટલીમાં 2.45 લાખ, તુર્કીમાં 2.85 લાખ, ફ્રાન્સમાં 2.91 લાખ, જર્મનીમાં 3 લાખ, બ્રિટેનમાં 4.13 લાખ અને બ્રાઝિલમાં 6.23 લાખ લોકોને રસી આપવામાં આવી છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 16 કરોડ, બ્રિટેનમાં 3 કરોડ, બ્રાઝિલમાં 2.01 કરોડ, જર્મનીમાં 1.43 કરોડ, ફ્રાન્સમાં 1.23 કરોડ અને ઈટલીમાં 1.10 કરોડ લોકોને રસી આપવામાં આવી છે.
દેશમાં કોરોનાનો અજગર ભરડો
દેશ કોરોનાની બીજી લહેરના અજગર ભરડામાં સપડાઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧.૨૦ લાખ નવા કેસ સામે આવ્યા છે. કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં એક દિવસમાં કોરોનાના આ સૌથી વધુ કેસ છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૨૮ કરોડને પાર થઈ ગયા છે. દેશમાં છેલ્લા ચાર દિવસમાં ત્રીજી વખત એક દિવસમાં કોરોનાના કેસ એક લાખથી વધુ નોંધાયા છે. કોરોનાના કેરને પગલે છત્તિસગઢના રાયપુરમાં ૧૧ દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાદી દેવાયું છે તો દિલ્હી સહિત અનેક રાજ્યોએ કોરોના પર કાબૂ મેળવવા લૉકડાઉન, નાઈટ કરફ્યૂ, વીકએન્ડ લૉકડાઉન જેવા આકરા પ્રતિબંધો મૂક્યા છે. દેશમાં કોરોનાની સ્થિતિ મુદ્દે વડાપ્રધાન મોદી ગુરુવારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે.
વીએકન્ડ અને નાઈટ કર્ફ્યુ લાગ્યા
દેશમાં કોરોનાની સૌથી વધુ ગંભીર સ્થિતિ મહારાષ્ટ્રમાં છે, જ્યાં વીકએન્ડ અને નાઈટ કરફ્યૂ લાગુ કરી દેવાયા છે. આ સિવાય દિલ્હીમાં પણ નાઈટ કરફ્યૂ લાગુ છે. છત્તિસગઢના રાયપુરમાં ૯ એપ્રિલથી ૧૯ એપ્રિલ સુધી સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. છત્તિસગઢના દુર્ગમાં ૬ એપ્રિલથી ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરી દેવાયું છે.
છેલ્લા 24 કલાકમાં આવ્યા આટલા કેસ
દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના કુલ કેસ ૧,૨૮,૦૧,૭૮૫ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૨૦,૭૩૬ કેસ નોંધાયા હતા જ્યારે વધુ ૬૫૦નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૧,૬૬,૧૭૭ થયો છે. દેશમાં સતત ૨૮મા દિવસે કોરોનાના કેસમાં વધારો થયો છે, જેને પગલે એક્ટિવ કેસ વધીને ૮,૪૩,૪૭૩ થયા છે, જે કુલ કેસના ૬.૫૯ ટકા છે જ્યારે રીકવરી રેટ ઘટીને ૯૨.૧૧ થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧,૧૭,૯૨,૧૩૫ દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોના પર નિયંત્રણ લાવવા સરકારે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટ પર ભાર મૂક્યો છે. ત્યારે આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં ૬ઠ્ઠી એપ્રિલ સુધીમાં કુલ ૨૫,૧૪,૩૯,૫૯૮ ટેસ્ટ થયા છે. મંગળવારે એક જ દિવસમાં ૧૨,૦૮,૩૩૯ ટેસ્ટ થયા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31