Last Updated on April 2, 2021 by
કોરોના નામનો આતંક સમગ્ર દુનિયામાં ફેલાયેલો છે. તેનો કહેર ચારેબાજૂ વર્તાઈ રહ્યો છે. પહેલાની તુલનામાં આ વખતે હવે બાળકોને પણ સંક્રમિત કરી રહ્યો છે. જેનું તાજૂ ઉદાહરણ ગુજરાતમાં જોવા મળ્યુ છે. હજૂ તો થોડા દિવસ પહેલા જ દુનિયામાં આવેલા બે જોડિયા બાળકો કોરોનાના ચપેટમાં આવ્યા છે. આ બંને માસૂમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પંદર દિવસ પહેલા જ જન્મેલા બાળકને થયો કોરોના
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, 15 દિવસ પહેલા જ જન્મેલા બે જોડિયા બાળકોને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ બાળકોને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે, બંને માસૂમ કોરોના પોઝિટીવ આવ્યા હતાં. ત્યાર બાદ તેમને ફરી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પીડિયાટ્રિક્સ વિભાગના પ્રમુખ ડોક્ટર શીલ અય્યરે જણાવ્યુ હતું કે, બંને માસૂમોને ગંભીર રીતે ડાયરિયા અને ડિહાઈડ્રેશન થઈ ગયા છે. નવજાતની હાલત હાલમાં સ્થિર છે. તેમની સારવાર ચાલી રહી છે.
બંને માસૂમના માતા-પિતા પણ કોરોનાથી સંક્રમિત
ડોક્ટર્સના જણાવ્યા અનુસાર આ બંને માસૂમના માતા-પિતા પણ કોરોના પોઝિટીવ છે, તેમની પણ સારવાર ચાલી રહી છે. તેમણે જણાવ્યુ હતું કે, કોવિડ કેર સેન્ટરમાં કોરોનાથી સંક્રમિત જોડિયા બાળકોને રાખવામાં આવ્યા છે. ડોક્ટર્સનું કહેવુ છે કે, છેલ્લા થોડા દિવસથી રોજ પાંચથી વધારે બાળકોને સારવાર માટે લાવવામાં આવે છે, જે ખૂબ ચિંતાનો વિષય છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31