Last Updated on March 6, 2021 by
ગુજરાતમાં ચૂંટણી પહેલા એવું લાગતું હતું કે હવે થોડા દિવસમાં જ ગુજરાત કોરોના મુક્ત થઇ જશે. પરંતુ, ચૂંટણી ખતમ થતાની સાથે જ જાણેકે કોરોનાવાયરસ ફરી ફુંફાડો મારી રહ્યો હોય તેમ દિવસેને દિવસે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સાથે જ ચિંતાની સૌથી મોટી વાત તો એ છે કે જે નવા કેસ સામે આવી રહ્યા છે તે તેમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કેસ પણ છે.
ન્યુ કોરોના સ્ટ્રેનથી ફફડાટ
સુરતમાં કોરોનાએ ફરી એક વખત માથું ઉંચકતા કોરાનાના ગ્રાફમાં વધારો થયો છે. બીજી તરફ ફેબ્રુઆરી માસમાં યુકે થી સુરત આવેલા ત્રણ લોકોના પુણે ખાતે મોકલવામાં આવેલ રિપોર્ટમાંથી એકનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. જેમાં બ્રિટનનો કોરોના સ્ટ્રેન મળી આવતા પાલિકાના આરોગ્ય વિભાગમાં દોડધામ મચી. પાલિકા દ્વારા કુલ 428 જેટલા લોકોને ક્લસ્ટર જાહેર કર્યા છે. જ્યારે કુલ આઠ ઝોન સહિત ટોલનાકા અને ચેકપોસ્ટ પર ટેસ્ટિંગની કામગીરી સઘન બનાવવામાં આવી છે.
અમદાવાદમાં પણ વધી રહ્યા છે આંકડા
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી એક વખત કોરોના વિસ્ફોટ થયો છે. અને છેલ્લા 24 કલાકમાં નવા 515 કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં ફરી કોરોના સંક્રમણ વધતા અગ્રેસીવ કોરોના ટેસ્ટ વધતા કોરોના ટેસ્ટના ડોમ પર લાંબી લાઈનો લાગેલી છે. શહેરના પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુરમાં આવેલા કોરોના ટેસ્ટના ડોમમમાં સવારથી લાઈન જોવા મળી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31