Last Updated on April 1, 2021 by
અમદાવાદની ટોચની મેનેજમેન્ટ સંસ્થા એવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)માં કોરોના વાયરસ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. IIMમાં રોજે રોજ નવા સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. જ્યાં એક તરફ અગાઉ IIM સ્ટાફ અને વિદ્યાર્થીઓ સહીત કુલ 70 લોકો કોરોના સંક્રમિત મળ્યા હતા તો તેવામાં વધુ 32 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.
IIMમાં આવ્યા વધુ 32 કોરોના કેસ
અગાઉ IIM ખાતે 70 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા તો વધુ 32 લોકો ના રિપોર્ટ્સ પોઝિટિવ આવતા સંસ્થાના સંચાલકોમાં અને વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. તો નવા 32 કેસની સાથે આઇઆઇએમ ખાતે કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 102 થઇ ગઈ છે.
- આઇઆઇએમમાં વધુ 32 લોકો પોઝિટિવ
- કુલ પોઝિટિવ લોકોની સંખ્યા 102
- ગઈકાલે રાતે 32 લોકો પોઝિટિવ આવ્યા
- અગાઉ ૭૦ પોઝિટિવ કેસ હતા
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. સિવિલમાં કોરોનાના વધુ 100 દર્દીઓ દાખલ થતાં હાલ 60 ટકા બેડ ફૂલ થઇ ગયા છે. સિવિલમાં હાલ 920 બેડ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પરંતુ જો આ જ ગતિથી કેસ વધશે તો આગામી 3 થી 4 દિવસમાં સિવિલના તમામ બેડ ફૂલ થઇ જશે. જો કે તબીબોનું કહેવું છે કે વધુ દર્દીઓ આવશે તો વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરીને તેમને સારવાર આપવામાં આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31