GSTV
Gujarat Government Advertisement

ચૂંટણી પૂરી/ નેતાઓને દંડ ન કરી શકનારી પોલીસ હવે બહાદૂર બની જશે, ભૂલથી પણ માસ્ક કે હેલમેટ ના ભૂલતાં

Last Updated on February 24, 2021 by

કોરોના અટકાવવા લાગુ નિયમોનું પાલન કરાવવા વસૂલાતા1000 રૂપિયાના ધરખમ દંડનો મુદ્દો ચૂંટણી દરમિયાન ચર્ચામાં આવ્યો હતો. પણ, હવે ચૂંટણી પૂરી થઈ છે ત્યારે પોલીસ ફરી વખ માસ્ક ન પહેર્યો હોય તો દંડ વસૂલવા માટે તૈયાર થઈ રહી છે. મતદાન અને મતગણતરીના દિવસે કેસ કે દંડ ન કરનાર પોલીસ આગામી સોમવારથી પૂર્ણરૂપે વસુલાત કરશે. ગુજરાત ભરમાં નેતાઓ માસ્ક વિના ફર્યા છે. રેલીઓમાં હેલમેટ તો શું માસ્ક ન પહેરનારને પણ પોલીસે બંદોબસ્ત આપ્યો છે. હવે પોલીસ આ ગુસ્સો સામાન્ય કોમનમેન પર ઉતારશે એટલે ઘરેથી નીકળતાં સમયે ભૂલથી પણ માસ્ક કે હેલમેટ લેવાનું ના ભૂલતા.

માસ્ક

ઘરેથી નીકળતાં સમયે ભૂલથી પણ માસ્ક કે હેલમેટ લેવાનું ના ભૂલતા

એક સમયે દિવસના 20થી લાખથી વધુ દંડ વસુલતી પોલીસ મહાનગરપાલિકાની ચૂંટણીની કામગીરી હોવાથી આ કાર્યવાહીની ગતિ ધીમી પડી હતી. મતદાન અને મત ગણતરીના દિવસે પોલીસે માસ્ક નહીં પહેરવા કે જાહેરમાં થૂંકવાના મુદ્દે એક પણ કેસ કર્યો નહોતો કે દંડ વસૂલ્યો નહોતો. મતદાન અને મતગણતરી વચ્ચે એક દિવસ રજા જેવો માહોલ હતો ત્યારે પણ પોલીસે 63 વ્યક્તિઓ પાસેથી એક-એક હજાર દંડ વસૂલ્યો હતો.

પોલીસે 63 વ્યક્તિઓ પાસેથી એક-એક હજાર દંડ વસૂલ્યો

મતદાન અગાઉના ત્રણ દિવસ દરમિયાન પોલીસે પ્રતિદિન સરેરાશ 300 લોકો સામે માસ્ક નહીં પહેરવા માટે દંડ વસૂલાતની કાર્યવાહી કરી હતી. હવે, ચૂંટણી પૂરી થઈ છે ત્યારે પોલીસ ફરી વખત દંડ વસૂલવા માટે સક્રિય થશે. જો કે, આગામી રવિવારે શહેર પોલીસના અનેક કર્મચારી પંચાયતોની ચૂંટણીના બંદોબસ્તમાં જશે. આ કારણે હજુ આગામી સોમવાર સુધી દંડ વસૂલાતની ગતિ થોડી ધીમી રહેશે.

દંડ વસૂલાતની ગતિ થોડી ધીમી રહેશે

પોલીસ અધિકારી સૂત્રોએ જણાવ્યું કે, કોરોના વકરે તેવી ભીતિ જણાઈ રહી છે અને માસ્ક પહેરવાના મામલે લોકોની બેદરકારી વધી રહી છે. આ સંજોગોમાં આગામી દિવસમાં માસ્ક અને જાહેરમાં થૂંકવા તેમજ સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરાવવા મામલે પોલીસ કડક કાર્યવાહી શરૂ કરી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33