GSTV
Gujarat Government Advertisement

ભારતની કોરોના રસીની દુનિયામાં બોલબાલા : ચીનની સોડમાં ઘૂસેલા આ દેશે પણ ઈમરજન્સી ઉપયોગ માટે આપી લીલીઝંડી

કોવેક્સિન

Last Updated on March 20, 2021 by

નેપાળે ભારતમાં બનેલી કોરોનાની રસી કોવેક્સિનને શુક્રવારે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી હતી. આ સાથે જ ભારત બાયોટેકની કોવેક્સિનને સ્વીકૃતિ આપનારો નેપાળ ત્રીજો દેશ બની ગયો છે. ભારતમાં 26,000 લોકો પરની અંતિમ તબક્કાની ટ્રાયલમાં કોવેક્સિન 81 ટકા જેટલી સફળ રહી છે. ભારત અને આફ્રિકી દેશ ઝિમ્બાબ્વેએ પહેલેથી જ આ વેક્સિનના ઉપયોગને મંજૂરી આપી દીધેલી છે.

કોવેક્સિન

નેપાળને અત્યાર સુધીમાં ભારત તરફથી એસ્ટ્રાજેનેકાના 23 લાખ ડોઝ મળ્યા

નેપાળના ડ્રગ એડમિનિસ્ટ્રેશને ભારતીય વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે શરતી મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી આપી હતી. નેપાળને અત્યાર સુધીમાં ભારત તરફથી એસ્ટ્રાજેનેકાના 23 લાખ ડોઝ મળી ચુક્યા છે. તે પૈકીના 10 લાખ ડોઝ ભારતે નેપાળને ભેટમાં આપ્યા હતા. ચીને પણ તે કોરોના વેક્સિનના 8 લાખ ડોઝ નેપાળને આપશે તેવું વચન આપેલું છે.

નેપાળે આ મંજૂરી એવા સમયે આપી છે જ્યારે તેના પાસેના કોરોના વેક્સિન ડોઝ ખતમ થઈ ગયા છે અને વેક્સિનેશન રોકી દેવું પડ્યું છે. નેપાળના સ્વાસ્થ્ય વિભાગના પ્રવક્તા જગેશ્વર ગૌતમે વેક્સિન નહીં મળે ત્યાં સુધી રસીકરણ અભિયાન બંધ રહેશે તેમ જણાવ્યું હતું.

કોવેક્સિન

ભારત બાયોટેકની કોરોના વાયરસ વેક્સિનમાં 40 દેશોને રૂચિ

આ દરમિયાન ભારત બાયોટેકે તેની કોરોના વાયરસ વેક્સિનમાં 40 દેશોએ રૂચિ દર્શાવી હોવાનો દાવો કર્યો હતો. આ વેક્સિનને બ્રાઝિલ ફિલિપિન્સ અને થાઈલેન્ડમાં મંજૂરી અપાવવા પ્રયત્ન થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એઈમ્સ હોસ્પિટલ ખાતે ભારત બાયોટેકની કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. આ સાથે જ તેમણે કોવેક્સિન સાથે સંકળાયેલા સંદેહો પર પૂર્ણવિરામ મુકીને એક તીરથી અનેક નિશાન સાધ્યા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33