Last Updated on March 14, 2021 by
અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોને જોડતો 58 વર્ષ અગાઉ શરૂ કરવામાં આવેલા નહેરૂબ્રીજને સમારકામ માટે થઈને શનિવાર રાતથી 27 એપ્રિલ સુધીના 45 દિવસ માટે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે મ્યુનિસિપલ તંત્ર દ્વારા બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.અંદાજીત રૂપિયા 3.25 કરોડથી પણ વધુની રકમ સાથે બ્રીજના સમારકામની કામગીરી સેનફીલ ઈન્ડિયા પ્રા.લિમિટેડને સોંપવામાં આવી છે.
3.25 કરોડથી પણ વધુની રકમ સાથે બ્રીજના સમારકામની કામગીરી
સમારકામ દરમ્યાન સસ્પેન્ડેડ સ્પાનની 126 બેરીંગ રીપ્લેસ કરવા ઉપરાંત 320 એકસપાન્શન જોઈન્ટ પણ રીપ્લેસ કરવામાં આવનાર છે.બ્રીજના સમારકામની કામગીરીને ધ્યાનમાં રાખી આગામી 45 દિવસ સુધી આશ્રમરોડ તરફ જવા માંગતા શહેરીજનોએ વૈકલ્પિક માર્ગ તરીકે એલિસબ્રીજ અને ગાંધીબ્રીજનો ઉપયોગ કરવાનો રહેશે.
શહેરીજનોએ વૈકલ્પિક માર્ગ તરીકે એલિસબ્રીજ અને ગાંધીબ્રીજનો ઉપયોગ
આ અંગે મળતી માહીતી અનુસાર,અમદાવાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોને જોડતા નહેરૂબ્રીજની લંબાઈ 442.34 મીટર અને પહોળાઈ 22.80 મીટર છે.58 વર્ષ અગાઉ શરૂ કરવામાં આવેલા આ બ્રીજનું સમારકામ આમ તો આ વર્ષની શરૂઆતમાં 15 જાન્યુઆરી-2021થી શરૂ કરી દેવામાં આવ્યુ હતું. રાત્રીના સમયે દસથી સવારના ચાર સુધી બ્રીજના સમારકામ માટે અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીમાં બ્રીજના 144 જેટલા બેરીંગની કલીનીંગ અને ગ્રીસીંગની કામગીરી પુરી કરી લેવામાં આવી છે.આ અગાઉ શહેરના સુભાષબ્રીજના સમારકામની કામગીરી મ્યુનિસિપલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.એ સમયે સુભાષબ્રીજને વાહનવ્યવહાર માટે બંધ રાખવો પડયો હતો.
મ્યુનિસિપલ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ,નહેરૂબ્રીજનું સમારકામ હાઈડ્રોલિક જેકની મદદથી કરવામાં આવશે.બ્રીજના સસ્પેન્ડેડ સ્પાનને હાઈડ્રોલિક જેકથી લિફટ કરી બેરીંગ બદલવામાં આવશે.આ કામગીરી સેનફીલ ઈન્ડિયા.પ્રા.લી.ને સોંપવામાં આવી છે.જે હવે પછી સાત જેટલા સસ્પેન્ડેડ સ્પાનની 126 બેરીંગને ઈલાસ્ટોમેટીક બેરીંગ દ્વારા રીપ્લેસ કરવાની કામગીરી કરશે.
હાઈડ્રોલિક જેકથી લિફટ કરી બેરીંગ બદલવામાં આવશે
ઉપરાંત 320 જેટલા એકસપાન્શન જોઈન્ટને પણ રીપ્લેસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.હાલ તો આ સમારકામની કામગીરી પાછળ રૂપિયા 3.25 કરોડનો અંદાજીત ખર્ચ થવાનું અનુમાન મુકવામાં આવ્યું છે.પરંતુ કામગીરી પુરી થયા બાદ આ ખર્ચ રૂપિયા 3.50 કરોડથી વધવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.
એલિસબ્રિજ-ગાંધીબ્રિજ ઉપર ટ્રાફિકનું ભારણ વધશે
શહેરના નહેરૂબ્રીજના સમારકામની કામગીરીના કારણે 27 એપ્રિલ-2021 સુધી આ બ્રીજ તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ રાખવાની મ્યુનિસિપલ તંત્ર તરફથી જાહેરાત કરવામાં આવી છે.જેને લઈને જયાં સુધી સમારકામ પુરૂ નહીં થાય ત્યાં સુધી એલીસબ્રીજ અને ગાંધીબ્રીજ ઉપર ટ્રાફીકનું ભારણ વધી જશે.
1956માં નહેરૂબ્રિજ બનાવવા દરખાસ્ત મંજૂર કરાઈ હતી
અમદાવાદ શહેરને પહેલી જૂલાઈ-1950ના દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપવામાં આવ્યો હતો.મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ વર્ષ-1956માં એ સમયના અમદાવાદ શહેરના મેયર ચિનુભાઈ દ્વારા શહેરના પૂર્વના અને પશ્ચિમના વિસ્તારોને જોડતો નવો બ્રીજ બનાવવા દરખાસ્ત મુકવામાં આવી હતી.
58 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલા આ બ્રીજને દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના નામ સાથે જોડવામાં આવ્યું છે.ઈતિહાસની નોંધ પ્રમાણે આ બ્રીજ વર્ષ-1962માં શરૂ કરાયો હોવાનો ઉલ્લેખ છે.જયારે મ્યુનિ.તંત્ર આ બ્રીજ વર્ષ-1960માં બન્યો હોવાનું કહે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31