GSTV
Gujarat Government Advertisement

ચેતજો/ લોકોની બેદરકારીએ દેશમાં વધાર્યા કોરોનાના કેસ, ઘાતક હશે બીજી લહેર

કોરોના

Last Updated on March 27, 2021 by

દેશમાં છેલ્લા પખવાડિયામાં કોરોના મહામારી વકરી છે અને દૈનિક કેસ સતત વધી રહ્યા છે. જોકે, કોરોના વાઈરસના નવા પ્રકારોના કારણે કેસ વધ્યા હોવાના અથવા કોરોનાની બીજી લહેર આવ્યાના કોઈ પુરાવા નથી, પરંતુ તે એક સંભાવના છે. જોકે, કેસ વધવાનું સાચું કારણ મહામારી મુદ્દે લોકોની બેદરકારી છે તેમ એક અગ્રણી વાયરોલોજિસ્ટ ડૉ. શાહિદ જમીલે જણાવ્યું હતું.

કોરોના

લોકોએ માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સ બંધ કર્યા

ડૉ. જમીલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાં જાન્યુઆરી અને ફેબુ્રઆરીમાં કોરોનાના કેસ ઘટવા લાગતાં તેમજ કોરોનાની રસી લોન્ચ થવાથી લોકોએ કોવિડ-૧૯ પ્રોટોકોલનું પાલન કરવાનું બંધ કરી દીધું છે. દેશમાં રસીકરણ અભિયાન શરૃ થવાની સાથે લોકોમાં કોરોનાથી બચવા માટેના ઉપાયો મુદ્દે ખોટી ભાવના જન્મી છે. રસી કોરોના સામે રક્ષણ અપાવશે એવી ભાવનાથી લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા જેવા નિયમોની અવગણા કરવાનું શરૃ કરી દીધું છે.

કોરોના

કોરોનાના વેરિઅન્ટના કારણે બીજી લહેરના પુરાવા નથી, પરંતુ શક્યતા છે

તેમણે ઉમેર્યું કે, રસી આપણું રક્ષણ કરશે તે વાત સાચી, પરંતુ આપણે તે રસી લઈશું ત્યારે આપણું રક્ષણ થશે. રસી લઈએ ત્યાં સુધી કોરોનાની માર્ગદર્શિકાઓનું પાલન તો લોકોએ કરવું જ જોઈએ. દેશમાં ૨૫મી માર્ચ સુધીમાં માત્ર ૮૧ લાખ લોકોને રસીના બંને ડોઝ અપાયા છે, જે દેશની કુલ વસતીના માત્ર ૦.૬ ટકા છે. વધુમાં ૪.૬૪ કરોડ લોકોએ રસીનો એક જ ડોઝ લીધો છે. વધુમાં દેશમાં કોરોના મહામારી હોવા છતાં બધી જ વ્યાવસાયિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ધમધમતી થવા લાગી છે, જે કોરોનાના દૈનિક કેસ વધવાનું કારણ હોઈ શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33